મોદી સરકાર – 2 : શહીદોના બાળકોને અપાતી શિષ્યવૃત્તિમાં કરાયો વધારો

0
21

મોદી સરકારની પહેલી કેબિનેટ મળતાની સાથે જ એકબાદ એક મોટા નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. મોદી સરકારની બીજી પાળીની શરૂઆતમાં જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહીદોની વિધવાના પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે.

શહીદોના બાળકોની શિષ્યવૃત્તિમાં પણ રૂપિયા 500નો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને રૂપિયા બે હજારની શિષ્યવૃત્તિ મળતી હતી. હવે આ વિદ્યાર્થીઓને રૂપિયા 2500ની શિષ્યવૃત્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થિનીઓની શિષ્યવૃત્તિ રૂપિયા 2250થી વધારીને રૂપિયા 3000 કરવામાં આવી છે. આ શિષ્યવૃત્તિ શહીદ પરિવારના બાળકોને દર મહિને આપવામાં આવે છે. ત્યારે શિષ્યવૃત્તિમાં વધારો કરીને જ મોદી સરકારે પોતાના કામની શુભ શરૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી કેબિનેટમાં આજે આ પ્રથમ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની જાણકારી તેમણે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી આપી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, અમારી સરકારનો પ્રથમ નિર્ણય ભારતની રક્ષા કરવાવાળાને સમર્પિત છે.

પ્રથમ નિર્ણયમાં રાષ્ટ્રીય રક્ષાકોષ હેઠળ પ્રધાનમંત્રી છાત્રવૃત્તિ યોજનામાં બદલાવ કરતા વડાપ્રધાન મોદીએ આતંકી, માઓવાદી હુમલામાં શહીદ થનાર જવાનોના બાળકોન મળતી શિષ્યવૃત્તિમાં વધારો કર્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here