શહીદ મેજરની પત્નીએ શબને ચુમી કહ્યું I Love You, અંતિમ વિદાયનો આ Video ભાવુક કરી દેશે

0
47

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા મેજર વિભૂતી શંકર ઢોંડિયાલની પત્ની નિકિતા કૌલના દુખને શબ્દોમાં વ્યક્ત તો ન જ કરી શકાય. ગત વર્ષે મેજર વિભૂતી સાથે સાત ફેરા લેનાર નિકીતા સામે મંગળવારે જ્યારે તિરંગામાં લપેટાયેલો પિતનો પાર્થિવ દેહ આવ્યો તો તેણે પતિના માથાને ચુમીને ‘આઇ લવ યુ’ કહીને તેને અંતિમ વિદાય આપી હતી.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા મેજર વિભુતિ શંકર ઢોંડિયાલનો પાર્થિવ દેહ સોમવારે દહેરાદૂન લાવવામાં આવ્યો હતો. મંગળવારે તેમના શબને અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો, જ્યાં ‘ભારત માતા કી જય’ અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર સાથે ભીડ વચ્ચે પરિવારજનોએ પોતાના લાડલાને વિદાય આપી.

મેજર વિભૂતીએ(34) એક વર્ષ પહેલાં જ ફરીદાબાદની નિકીતા કૌલ સાથે લગ્ન કર્યા હતાં જે કાશ્મીરના વિસ્થાપિત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. મેજર વિભૂતી અને નિકીતાએ લવ મેરેજ કર્યા હતા.

પહેલાં પરિવારનું વિસ્થઆપન અને હવે પતિની શહાદતથી કાશ્મીરની નિકિતા જાણે કે હચમચી ગઇ છે. નિકિતા હાલ આઘાતમાં સરી પડી છે અને તેની આંખોના આંસુ પણ જાણે કે સુકાઇ ગયાં છે. તે ઘણાં સમય સુધી પતિના શબને નિહાળતી રહે છે અને પતિનું માથુ ચુમીને આઇ લવ યુ કહીને તેને અંતિમ સફર માટે રવાના કરી દીધાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here