શાઓમી રેડમી K20 Proનું રેકોર્ડબ્રેક વેચાણ, પ્રથમ સેલમાં જ 2 લાખ યુનિટ વેચાયા

0
0

ગેજેટ ડેસ્ક. શાઓમીની સબ બ્રાન્ડ રેડમીએ તાજેતરમાં જ Redmi K20 Pro લોન્ચ કર્યો હતો. K20 Pro કંપની દ્વારા તાજેતરમાં લોન્ચ થયેલા અન્ય કંપનીના ફ્લેગશિપ ઉત્પાદનો જેમ કે વનપ્લસ 7 પ્રો અને સેમસંગ ગેલેક્સી એસ 10ની સ્પર્ધામાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ચીનમાં ગયા સપ્તાહે લોન્ચ થયા પછી તેનો પ્રથમ સેલ રાખવામાં આવ્યો હતો. ચાઇનીઝ માઇક્રોબ્લોગિંગ સાઇટ વેબો પર જારી કરાયેલા એક પોસ્ટર મુજબ, પ્રથમ સેલમાં આ સ્માર્ટફોનના 2 લાખ કરતા વધુ યુનિટ વેચાયા છે.

6GB+64GB વેરિઅન્ટની કિંમત 20 હજાર રૂપિયા

શાઓમી ઇન્ડિયાએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું છે કે, ટૂંક સમયમાં ભારતમાં Redmi K20 અને Redmi K20 Pro  સ્માર્ટફોન લોંચ કરવામાં આવશે. જોકે હાલ ભારતમાં આ સ્માર્ટફોન લોન્ચ કરવાની તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ આશા છે કે તે જૂન મહિનામાં લોન્ચ થઈ શકે છે. Vibo પર જારી કરાયેલા એક પોસ્ટરમાં સામે આવ્યું છે કે, આ સેલ દરમિયાન Redmi K20Proનાં 2 લાખ કરતાં વધુ ફોન માત્ર 2 કલાકમાં જ વેચાયા હતા. આ ફોન ચીનમાં 10 વાગ્યે સેલમાં ઉપલબ્ધ કરાયો હતો અને સવારે 11.30 વાગ્યે સ્ટોક ખાલી થઈ ગયો હતો. ચીનમાં  હવે પછી તેનું વેચાણ 4 જૂને થવાનું છે.

કિંમતની વાત કરીએ તો ચીનમાં Redmi K20 ના 6GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1999 Yuan (લગભગ 20,000 રૂપિયા) અને 6GB રેમ+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમક 2099 Yuan (21,000 રુપિયા) રાખી છે. બીજી તરફ Redmi K20 Pro ની વાત કરવામાં આવે તો તેની પ્રારંભિક કિંમત  2499 Yuan (લગભગ 25,000 રૂપિયા) છે. આ કિંમત તેનાં બેઝ વેરિઅન્ટ 6GB રેમ અને 64GB સ્ટોરેજની છે. આ ફોનમાં 8GB/128GB અને 8GB/256GB વેરિઅન્ટ પણ ઉપલબ્ધ છે, જેની ક્રમશઃ કિંમત 2799 Yuan (લગભગ 28,000 રૂપિયા) અને 2999 Yuan (લગભગ 30,000 રૂપિયા) છે.

એક ચર્ચા મુજબ કંપની આ બંને સ્માર્ટફોન ભારતમાં Poco F2 અને Poco F2 Pro તરીકે લોંચ કરી શકે છે. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Redmi K20માં સ્નેપડ્રેગન 710 અને Redmi K20 Pro ફ્લેગશિપમાં સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here