શાહએ ઉડાવી મજાક- સપ્તાહમાં 6 વડાપ્રધાન બનશે, સોમવારે બહેનજી, મંગળવારે અખિલેશ

0
20

કાનપુરઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહે મોદી સરકારની વિરુદ્ધમાં બની રહેલા મહાગઠબંધનની મજાક ઉડાવી છે. શાહે કહ્યું કે જો આ ગઠબંધનના હાથમાં સતા આવી તો સોમવારે બહેનજી(માયાવતી), મંગળવારે અખિલેશ, બુધવારે મમતા દીદી,ગુરૂવારે શરદ પવાર, શુક્રવારે દેવગોડા અને શનિવારે સ્ટલિન વડાપ્રધાન બનશે. અને રવિવારે સમગ્ર દેશ રજા પર જતો રહેશે.

શાહે બુધવારે કાનપુરમાં બુથ અધ્યક્ષોના સમ્મેલનને સંબોધિત કર્યું હતું. ઉતર પ્રદેશમાં સપા-બસપાના ગઠબંધનને લઈને ભાજપ અધ્યક્ષે કહ્યું કે જયારે વિધાનસભાની ચૂંટણીઓ થઈ હતી, ત્યારે બે છોકરાઓ એકત્રિત થયા હતા. આજે પણ ગઠબંધન થયું. તે કહે છે- તે થઈ જશે, તો તે થઈ જશે. તે સમયે પણ એમ જ કહેતા હતા. પરંતુ જે સમયે ભાજપના કાર્યકર્તાઓ મેદાનમાં ઉતર્યા તો તમામ ગઠબંધનોને ધ્વસ્ત થઈ ગયા. અમે 325 સીટો જીત્યા.

અમિત શાહે કહ્યું કે 2014માં લોકસભાના ચૂંટણી પ્રચારની શરૂઆત પણ કાનપુરથી થઈ હતી. હવે લોકસભા ચૂંટણી-2019નો શંખ પણ કાનપુરથી ફૂંકવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે તે કાર્યકર્તાઓની શક્તિઓને ઓળખે છે.

શાહને કુંભમાં આવવાનું આમંત્રણ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અમિત શાહને કંુભમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. યોગીએ કહ્યું કે ભાજપ સરકારે પોણા બે વર્ષમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને ઘર અપાવ્યા છે. અમે 6 કરોડ નાગરિકોને 5 લાખનો સ્વાસ્થ વીમો આપવાનું કામ કર્યું છે. કેન્દ્ર સરકારે ઘરે-ઘરે શૌચાલય આપ્યા છે. ભાજપની સરકારમાં 450 વર્ષ બાદ કુંભમાં અક્ષય વટના દર્શનનું સૌભાગ્ય ભક્તોને પ્રાપ્ત થયું છે.

હા ચોકીદાર ચોર છે… તેણે 125 કરોડ લોકોના દિલ જીત્યા છે

ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યે કહ્યું કે સપા બસપા કોંગ્રેસની બ્રાન્ચ છે. સપા બસાપાએ સમગ્ર સિસ્ટમને બરબાદ કરવાનું કામ કર્યું છે. આ ત્રણ પાર્ટીઓની હિમ્મત તૂટી ગઈ છે. આ ત્રણે મળીને ચૂંટણી લડી રહ્યાં છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં, 2014ની લોકસભા અને 2017ની વિધાનસભાની ચૂંટણી કરતા મોટી જીત પ્રાપ્ત કરીશું. આ લોકો કહે છે કે ચોકીદાર ચોર છે, હા તો ચોકીદાર ચોર છે, તેણે 125 કરોડ દેશવાસીઓનું દિલ જીતવાનું કામ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here