શાહના રોડ શોમાં સૌથી વધુ ઘાટલોડિયાના ‘પાટીદારો’, 73 બસો ભરી સભામાં આવ્યા

0
50

અમદાવાદ-ગાંધીનગર: ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે ઉમેદવારપત્ર ભરવા જઈ રહ્યાં છે. ત્યારે જે પાટીદાર સમાજ શાહનો વિરોધ કરી રહ્યાં હતા તેવા સૌથી વધુ પાટીદાર મતદારો ધરાવતી ઘાટલોડિયા વિધાનસભા માંથી પાટીદાર મતદારો અમિત શાહના રોડ શોમાં જોડાયા છે. આ જ પાટીદાર સમાજ અનામત આંદોલન દરમિયાન અમિત શાહને જનરલ ડાયર કહીને સંબોધતા હતા. આજે અમિત શાહ ઉમેદવારીપત્ર ભરવા શક્તિ પ્રદર્શન કરી રહ્યાં છે ત્યારે 73 બસો ભરીને પાટીદારો સભામાં આવી પહોંચ્યા છે.

ઘાટલોડિયા વિધાનસભામાં કુલ 3 લાખ મતદારોમાંથી 60 હજાર પાટીદાર મતદારો છે. આ પાટીદાર મતદારો આજે અમિત શાહની રેલીમાં જોડાયા છે. ઘાટલો઼ડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં આ વિસ્તારમાંથી કુલ 73 બસમાં પાટીદાર મતદારો શાહની રેલીમાં પહોંચ્યા છે. જેમાં થલતેજમાંથી 20, બોપલમાંથી 21, બોડકદેવ-16, ગોતા માંથી-13, ગ્રામ્યમાંથી 3 મળી બસો કુલ 7 હજારથી વધુ લોકો શાહની રેલીમાં પહોંચી આવ્યા છે. આ ઉપરાંત ઘાટલોડિયા માંથી 10 હજારથી વધુ લોકો પણ પહોંચ્યા છે. તે જોતા એવું રાજકીય ગણિત માંડવામાં આવી રહ્યું છે કે શાહને સૌથી વધુ પાટીદાર મતદારો સાથ આપી કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here