Wednesday, September 28, 2022
Homeશાહનો પ્રહાર- અમારી યાત્રા નીકળી હોત તો મમતા સરકારની અંતિમ યાત્રા નીકળી...
Array

શાહનો પ્રહાર- અમારી યાત્રા નીકળી હોત તો મમતા સરકારની અંતિમ યાત્રા નીકળી જાત

- Advertisement -

કોલકાતા: ભાજપ અધ્યક્ષ અમિત શાહે મંગળવારે પશ્ચિમ બંગાળના માલદામાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી મમતા બેનરજી અને કોંગ્રેસ સામે આકરા પ્રહાર કર્યા હતા. શાહે કહ્યું હતું કે, મમતા સરકારે ભાજપની રથયાત્રાને મંજૂરી આપી નહતી. મમતાને ડર હતો કે બીજેપીની રથયાત્રા નીકળશે હોત તો તેમની સરકારની અંતિમ યાત્રા નીકળી જાત.

શાહે કહ્યું, પંચાયત ચૂંટણીમાં 65થી વધારે ભાજપ અને અન્ય પાર્ટીઓના કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. તૃણમૂલના ગુંડાઓએ અન્ય પાર્ટીઓના ઉમેદવારોને મત સુધી નથી નાખવા દીધા. તૃણમૂલવાળા લોકો કાન ખોલીને સાંભળી લો. લોકસભા ચૂંટણીમાં આવી ભૂલ ન કરતાં. નહીં તો સેન્ટ્રલ મિલિટ્રી ફોર્સ તમને હચમચાવી દેશે. દરેક બુથ પર ઈલેક્શન કમિશનના અધિકારીઓ તહેનાત જ હોય છે.

શાહે કહ્યું મમતાને મોદી-મોદીમાંથી નવરાશ જ નથી

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, મોદીજીએ બંગાળને ઘણાં ફાયદા આપ્યા. મમતા દીદીનો આટલો મોટો કાર્યક્રમ થયો પરંતુ ક્યારેય ભારત માતાની જયના નારા લાગ્યા. તેમને તો મોદી-મોદીમાંથી નવરાશ જ નથી. હમણાં જ તેમણે કેટલી પાર્ટીઓના નેતાઓને બોલાવ્યા. યુપીએ સરકારે બંગાળને 1 લાખ 25 હજાર કરોડ આપ્યા. નરેન્દ્ર મોદી સરકારે 3 લાખ 85 હજાર કરોડની મદદ કરી. બંગાળની જનતાને કોઈ જ પ્રકારની મદદ નથી મળી શકતી. કારણકે તે રકમ સરકારી ઓફિસર્સ ખઈ જાય છે.

અમારી સરકાર આવશે તો એક પણ ઘૂસણખોર નહીં આવી શકે

અમારી સરકાર આવશે તો એક પણ ઘૂસણખોર બંગાળમાં નહીં ઘૂસી શકે. આ લોકો ઘૂસણખોરોનું સમર્થન કરે છે. અમે સિટિઝનશિપ બિલ લઈને આવ્યા છીએ. હવે બંગાળના અલ્પસંખ્યક હિન્દુઓને ભારત લઈને આવીશું. હું મમતા બેનરજીને પૂછુ છુ કે, તમે આ બિલને સમર્થન કરો છો કે નહીં. તેઓ નહીં કારણકે તો તેમની વોટ બેન્ક જતી રહેશે. આ વખતે ચૂંટણીમાં સિટિઝનશિપ બિલ બંગાળમાં મોટો મુદ્દો બનશે.

અહીં દુર્ગા વિસર્જન નહીં થાય તો શું પાકમાં થશે? – શાહ

શાહે કહ્યું કે, બંગાળમાં દુર્ગા વિસર્જન નહીં કરો તો શું પાકિસ્તાનમાં કરશે. સરસ્વતી પૂજન નથી કરતી શકતા. શું આપણે આવું બંગાળ જોઈએ છે? આ સ્વામી વિવેકાનંદ અને શ્યામા પ્રસાદ મુખરજીનું બંગાળ છે. તમને અહીં કોઈ ન રોકી શકે. રાજ્યમાં મોટા પાયે ગૌતસ્કરી થઈ રહી છે. એક વાર બંગાળમાં બીજેપીને આવવા દો, કોઈને સિન્ડીકેટ ટેક્સ નહીં આપવો પડે. તૃણમૂલના સાંસદ સૌગત રોયને જાતે આ ટેક્સના વિરુદ્ધ ધરણાં પર બેસવું પડ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular