Tuesday, September 21, 2021
Homeશાહરુખ ખાનને ઇન્ડસ્ટ્રીમાં પહેલો બ્રેક આપનાર 'ફૌજી' સિરિયલના ડિરેક્ટરનું નિધન
Array

શાહરુખ ખાનને ઇન્ડસ્ટ્રીમાં પહેલો બ્રેક આપનાર ‘ફૌજી’ સિરિયલના ડિરેક્ટરનું નિધન

બોલિવૂડ ડેસ્ક: શાહરુખ ખાનને તેના કરિયરની શરૂઆતમાં કામ આપનાર કર્નલ રાજ કુમાર કપૂરનું 87 વર્ષની ઉંમરે મુંબઈમાં 10 એપ્રિલે નિધન થયું. કર્નલ રાજ કુમાર કપૂરે જ શાહરુખ ખાનને પહેલો બ્રેક આપ્યો હતો. દૂરદર્શન પર આવતી સિરિયલ ‘ફૌજી’થી તેમણે શાહરુખને ટીવી પર લોન્ચ કર્યો હતો. તેઓ ‘ફૌજી’ સિરિયલના ડિરેક્ટર હતા.

રાજ કુમાર કપૂર આર્મીમાંથી રિટાયર થયા બાદ ઓશોના અનુયાયી બની ગયા હતા. ફિલ્મમાં કામ કરવા માટે તેઓ મુંબઈ આવ્યા હતા. તેમણે ઘણી સિરિયલો પ્રોડ્યૂસ કરી હતી ઉપરાંત એડ ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી હતી.

ફૌજી સિરિયલનો પહેલો એપિસોડ 1988માં રિલીઝ થયો હતો. આ સિરિયલ દૂરદર્શન પર પ્રસારિત થતી હતી જેની સ્ટોરી આર્મી ટ્રેનિંગ સ્કૂલમાં કમાન્ડોની ભરતીને લઈને હતી. સિરિયલમાં શાહરૂખે ‘અભિમન્યુ’નો રોલ પ્લે કર્યો હતો. રાજ કુમાર કપૂરે જણાવ્યું હતું કે, શાહરુખ હંમેશાં મહેનતુ હતો. શાહરુખને સિરિયલના સેટ પર યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, મને હજુ યાદ છે દિલ્હીના ગૌતમનગરનો હોનહાર છોકરો જે મારી પાસે આવ્યો હતો. મને આત્મવિશ્વાસ ખૂબ ગમ્યો હતો અને મેં તેને ઓડિશન માટે બોલાવ્યો. તે ઓડિશનમાં બીજા બધા છોકરાઓ સાથે પહોંચી ગયો હતો. કારણકે, શો કમાન્ડો વિશેનો હતો એટલે મેં બધાને મારી સાથે દોડાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments