લગભગ 27 વર્ષ પહેલા દિલ્હીના એક છોકરાએ બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવવા માટે સંઘર્ષ શરૂ કર્યો હતો. ત્યારબાદ તે ક્યારેય પાછળ નથી હટ્યો. આજે બધા તેને બોલિવૂડનો બાદશાહ કહે છે. આ વાત છે શાહરૂખ ખાનની. આજે એટલે કે 25 જૂને એની બોલિવૂડ સફરનાં 27 વર્ષ પુરા થયાં છે.
જો તેની હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો…
શાહરૂખ ખાનની ઝીરો ફિલ્મ બોક્સઓફિસ પર કંઈ કમાલ કરી શકી નહોતી અને ઊંધા માથે પટકાઈ ગઈ હતી. શાહરૂખ ખાન અત્યારે કોઈપણ પ્રોજેક્ટમાં કામ નથી કરી રહ્યો. તેનો ખુલાસો તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં કર્યો છે. શાહરૂખ ખાન અત્યારે વધુમાં વધુ સમય પરિવાર સાથે પસાર કરી રહ્યો છે. આ વર્ષે તો કોઈ પ્રોજેક્ટ પર કામ નથી કરી રહ્યો, પણ તેની પાસે એક પ્રોજેક્ટ છે કે જેમાં તે કામ કરી શકે છે, ‘ડોન-3.’
જોકે આ ફિલ્મ જલદી ફલોર પર નહીં જોવા મળે કેમકે શાહરૂખ ખાનની આ પહેલા ડોન સીરિઝની બે ફિલ્મો ડાયરેક્ટ કરી ચૂકેલા ફરહાન અખ્તર તેની ફિલ્મોને લઈ વ્યસ્ત છે, અને શાહરૂખ પાસે અત્યારે એકપણ ફિલ્મ નથી. એક ઈન્ટરવ્યૂમાં શાહરૂખે કહ્યું કે, હાલના સમયમાં ફરહાન સાથે તે કોઈ પણ ફિલ્મ પર કામ કરવા નથી માગતો.
ફરહાન અત્યારે રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ તુફાનમાં વ્યસ્ત છે, જે એક બોક્સરની જિંદગી પર આધારિત છે. આ વર્ષ અને આવતા વર્ષે પણ ફરહાન પોતાની ફિલ્મમાં વ્યસ્ત રહેશે. આ પહેલા તે સોનાલી બોસની ધ સ્કાય ઈઝ પિન્કમાં કામ કરે છે. તેમાં તે ડોન-3 ફિલ્મને કેવી રીતે નિર્દેશન કરશે.