Wednesday, September 22, 2021
Homeશાહરૂખ ખાનની 'મીર' ફાઉન્ડેશને એસિડ એટેક સર્વાઈવર્સની સર્જરી કરાવી
Array

શાહરૂખ ખાનની ‘મીર’ ફાઉન્ડેશને એસિડ એટેક સર્વાઈવર્સની સર્જરી કરાવી

બોલિવૂડ ડેસ્કઃ શાહરુખ ખાન ‘મીર’ ફાઉન્ડેશન સાથે સંકળાયેલો છે અને તેની સાથે મળીને સમાજ સુધારણામાં ફાળો આપે છે. તાજેતરમાં ઈન્ટરનેશનલ વુમન્સ ડે પર પણ શાહરૂખ ખાને મીર ફાઉન્ડેશન સાથે મળીને બર્ન અને એસિડ એટેક સર્વાઇવર્સ માટે સર્જરી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ 5 માર્ચના રોજ શરૂ થયો હતો.

આ કાર્યક્રમ હેઠળ નવી દિલ્હીમાં બીએલકે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને વારાણસીમાં જીએસ મેમોરિયલ પ્લાસ્ટિક સર્જરી હોસિપિટલ અને ટ્રોમા સેન્ટરમાં સર્જરી કરવામાં આવી. તેમાં દિલ્હી, યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઉત્તરાખંડમાં 85% મહિલાઓ અને બાળકોની સર્જરી કરવામાં આવી. આ સંસ્થા ટૂંક સમયમાં જ કોલકાતામાં તેના આગામી તબક્કાનું સંચાલન કરવા જઈ રહી છે.

‘મીર’ ફાઉન્ડેશન વિશે વાત કરતાં શાહરૂખ ખાને જણાવ્યું કે, ‘મીર ફાઉન્ડેશનમાં કરેલું કામ મારા હૃદયની ખૂબ નજીક છે અને અમે છેલ્લાં ત્રણ વર્ષથી આ મુદ્દે ધ્યાનપૂર્વક કામ કરી રહ્યા છીએ. મીરમાં એસિડ એટેક પીડિતોને જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડી તેમની મદદ કરવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને, અમે એક નવી પહેલ ‘ટુગેધર ટ્રાન્સફોર્મ્ડ’ લોન્ચ કર્યું છે અને હું દેશભરમાં હાજર મારા સાથી ડોક્ટરો, વકીલો, હોસ્પિટલો, એનજીઓ અને સ્વયંસેવકોનો આભારી છું, જે અમારા આ ઉદ્દેશ્ય માટે મદદ કરી રહ્યા છે. હું આશા રાખું છું કે એસિડના હુમલાની ઘટનાઓ શક્ય તેટલી વહેલી તકે બંધ થઈ જાય.’

શાહરૂખ જરૂરિયાતમંદ લોકોને સક્રિયપણે ટેકો આપતો આવ્યો છે. ગયા વર્ષે શાહરૂખ ખાનને ડેવિસમાં યોજાયેલ વિશ્વ આર્થિક મંચ 2018માં એસિડ એટેક સર્વાઇવર્સ પ્રત્યે કરેલા તેમના કામ માટે ક્રિસ્ટલ અવોર્ડ આપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments