Tuesday, September 21, 2021
Homeશાહિદ કપૂરનું પહેલું વેક્સ સ્ટેચ્યૂ મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાશે
Array

શાહિદ કપૂરનું પહેલું વેક્સ સ્ટેચ્યૂ મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાશે

બોલિવૂડ ડેસ્ક: મેડમ તુસાદ મ્યુઝિયમમાં હવે વધુ એક ભારતીય સ્ટારનું વેક્સ સ્ટેચ્યૂ સામેલ થવા જઈ રહ્યું છે. છેલ્લે ભારતીય એક્ટર્સ દીપિકા પાદુકોણ અને સાઉથ સ્ટાર મહેશ બાબુનું પહેલું વેક્સ સ્ટેચ્યૂ મેડમ તુસાદ મ્યુઝિયમમાં મૂકાયું હતું. હવે શાહિદ કપૂરનું સ્ટેચ્યૂ પણ આ લિસ્ટમાં સામેલ થવા જઈ રહ્યું છે. શાહિદ કપૂરના વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં થશે. શાહિદે 9 મેના રોજ ટ્વિટર પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘આજથી 7 દિવસ પછી હું મારું પહેલું અને એકમાત્ર વેક્સ ફિગરનું અનાવરણ સિંગાપોર મેડમ તુસાદ મ્યુઝિયમમાં કરીશ.’

થોડા સમય પહેલાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં દીપિકા, મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને દિલજિત દોસાંજના વેક્સ સ્ટેચ્યૂ મુકાયાં હતાં. દિલજિત દોસાંજનું દિલ્હીનાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં સ્ટેચ્યૂ મૂકાયું હતું. પાઘડીવાળું વેક્સ ફિગર ધરાવનારો પહેલો સ્ટાર દિલજિત છે. મહેશ બાબુનું વેક્સ ફિગર સિંગાપોરનાં મ્યુઝિયમમાં છે. જ્યારે દીપિકાનું સ્ટેચ્યૂ લંડનનાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં મૂકાયું હતું. દીપિકાએ તેનાં વેક્સ ફિગરનું અનાવરણ લંડન જઈને કર્યું હતું પરંતુ મહેશ બાબુનું સ્ટેચ્યૂ ખાસ સિંગાપોરથી હૈદરાબાદ લવાયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments