Thursday, April 18, 2024
Homeશાહ બાદ આજે ભાજપ ગુજરાત ના 25 ઉમેદવાર જાહેર કરશે, સ્થાનિક નેતા...
Array

શાહ બાદ આજે ભાજપ ગુજરાત ના 25 ઉમેદવાર જાહેર કરશે, સ્થાનિક નેતા હોટફેવરિટ

- Advertisement -

અમદાવાદ-ગાંધીનગર: ગુજરાતની લોકસભાની 25 બેઠકોના ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં 25 બેઠકો પર સ્થાનિક આગેવાનોએ ટિકિટ આપવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી.

સાંજે પાંચ વાગ્યે ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ અપાશે

પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં 25 બેઠકોની ઉમેદવારોની ચર્ચા પૂર્ણ થયા બાદ ગઈકાલે રાત્રે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત પ્રદેશના નેતાઓ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ ઉમેદવારોના નામો રજૂ કરવા માટે પહોંચ્યા હતા. જે આજે ગુજરાતની બાકી રહેલી 25 બેઠકો માટે આજે સાંજે પાંચ વાગે વડાપ્રધાન મોદી અને અમિત શાહ નામોની જાહેરાત કરી શકે છે. તે પૂર્વે પાર્લામેન્ટ્રી બોર્ડમાં ગુજરાતના ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ અપાશે.

આખરી નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ કરશે

મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોની પસંદગી અંગેની અત્યાર સુધીની પ્રક્રિયા અને સ્થાનિક લેવલથી આવેલા નામો અંગેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી જેમાં સ્થાનિક આગેવાનોએ જે નામોની રજૂઆત કરી હતી. તે નામો વાળા ઉમેદવાર ચૂંટણી જેટલા જીતવા માટે કેટલા સક્ષમ છે અને તેમની રાજકીય સફર અને તેમની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ત્રણ નામોની પેનલ બનાવવામાં આવી છે. આ પેનલ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કર્યા બાદ તેનો આખરી નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular