Tuesday, December 7, 2021
Homeશિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવીન બિલ્ડીંગનું કર્યું લોકાર્પણ
Array

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવીન બિલ્ડીંગનું કર્યું લોકાર્પણ

દિયોદર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ તાલુકા પંચાયત બિલ્ડીંગનું આજે વર્તમાન પ્રમુખની  ગેરહાજરીમાં રાજ્યકક્ષાના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ લોકાર્પણ કર્યું હતું જેમાં ભાજપના આગેવાનોની હાજરી રહી હતી
દિયોદર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે દિયોદર તાલુકા પંચાયત બનાવવામાં આવી છે જેમાં આજે રાજ્યકક્ષાના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ના હસ્તે લોકાર્પણ સમારોહ યોજ્યો હતો જેમાં રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી તેમજ ભાજપના આગેવાનો આ સમારોહ માં જોવા મળી આવ્યા હતા જો કે વર્તમાન દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ ની ગેરહાજરી જોવા મળી હતી જેમાં ભાજપના કાર્યકરો સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવીન તાલુકા પંચાયત બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું જેમાં હાજર લોકોમાં અનેક ચર્ચા જોવા મળી હતી ત્યારે દિયોદર મત વિસ્તારના ધારાસભ્ય પણ આ કાર્યક્રમમાં ગેરહાજર જોવા મળ્યા હતા વર્તમાન સમયે તાલુકા પંચાયત કોંગ્રેસનો ગઢ છે ત્યારે ભાજપના કાર્યકરોએ આ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું
દિયોદર ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ચાલુ કાર્યક્રમે કેમેરામાં વ્યસ્ત જોવા મળ્યા હતા જેમાં જાણે મીડિયા કર્મી હોય અને ફોટોશૂટ લેવાનો હોય તેમ કેમેરો લાઇ ફોટો પાડવામાં વ્યસ્ત જોવા મળતા અધિકારીઓમાં અને ચર્ચા જોવા મળી આવી હતી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments