શિખરની દીકરી રિયાએ રોહિતને શિખવાડ્યા ડાન્સ સ્ટેપ, જુઓ VIDEO

0
20

ઝાએ રિચર્ડસનની સારી બોલિંગને કારણે ઓસ્ટ્રેલિયાએ શનિવારે સિડનીમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતીય ટીમને 34 રનથી હાર મળી છે. આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની સીરીઝમાં 1-0ની સરસાઇ મેળવી લીધી છે. આ મેચમાં રોહિત શર્માએ આક્રમક શતકીય ઈનિંગ રમી છે, પરંતુ તેમની સદી ભારતને જીત અપાવવામાં નિષ્ફળ રહીં. આ મેચ હાર્યા બાદ ભારતના વાઇસ કેપ્ટન રોહિતનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ ડાન્સ કરી રહ્યાં છે.

બીસીસીઆઈએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી રોહિત શર્માનો આ વીડિયો શેર કર્યો છે. જેમાં રોહિતની સામે શિખર ધવનની નાની દીકરી રિયા ઉભી થઇ છે. રિયા ફ્લૉસ ડાન્સના સ્ટેપ રોહિત શર્માને શિખવાડતી પ્રતિત થઇ રહી છે. રોહિત શર્મા રિયાને જોઇને ડાન્સ કૉપી કરવાના પ્રયત્ન કરી રહ્યાં છે, પરંતુ તેઓ રિયા જેવા સ્ટેપ કરી શકતા નથી. ત્યારબાદ રોહિત ઉભા રહી જાય છે અને સ્ટેપ કરતી રિયાને જોવા લાગે છે. બીસીસીઆઈએ આ વીડિયોને રમૂજી અંદાજમાં શેર કર્યો છે. જેને પ્રશંસકો ઘણો પસંદ કરી રહ્યાં છે.

સિડની વનડે મેચમાં રોહિત શર્માએ 129 બોલમાં 133 રન બનાવ્યા હતાં. પોતાની ઈનિંગમાં તેમણે 10 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવ્યા હતાં. ઓસ્ટ્રેલિયામાં રમીને રોહિતે 17 ઈનિંગમાં 4 સદી ફટકારી છે. આવુ કરીને તેમણે વિવિયન રિચર્ડસનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. રિચર્ડસે ત્રણ ઈનિંગમાં 3 સદી લગાવી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here