શિયાળામાં આઇસ્ક્રીમ ખાતા અચકાવો છો? તો ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવા લાગશો

0
34

શિયાળામાં આઇસ્ક્રીમ ખાતા અચકાવો છો? તો ફાયદા જાણીને તમે પણ આજથી જ ખાવા લાગશો
આઇસ્ક્રીમનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. એવા ઘણાં લોકો છે જે ગરમીની સિઝનમાં આઇસ્ક્રીમ ખાવાનું પસંદ કરતા હોય છે અને ઠંડીની સિઝનમાં આઇસ્ક્રીમ ખાવાનું ટાળે છે. કારણ કે ઠંડીની સિઝનમાં આઇસ્ક્રીમ ખાવાથી શરદી-ઉધરસ થાય છે તેમ લોકોનુ માનવું છે પરંતુ આ વાત તદ્દન ખોટી છે. શિયાળામાં પણ આઇસ્ક્રીમ ખાવાના અનેક ફાયદાઓ છે.

– જો તમને શિયાળામાં ખાંસી-શરદી કે તાવના કારણે ગળામાં ખરાશ થઇ ગઇ છે. તો આઇસ્ક્રીમ ખાવાથી તેમાં રાહત મળશે.

– એક સર્વે અનુસાર, સવારના નાસ્તામાં આઇસ્ક્રીમ મગજ માટે સારો માનવામાં આવે છે, કોઇ પણ સમયે આઇસ્ક્રીમ ખાવાથી માનસિક તણાવ ઓછો થશે.

– દૂધ અને તેમાંતી બનેલી વસ્તુઓની જેમ આઇસ્ક્રીમ પણ પ્રોટીન માટેનો સારો સ્ત્રોત છે. પ્રોટીનથી બોડીના દરેક પાર્ટ જેમકે સ્કીન, હાંડકા અને લોહીને લાભ થાય છે. પ્રોટીન ખાવાથી માંસપેશીઓ વધારે મજબૂત બને છે.

– આઇસ્ક્રીમમાં વિટામિન  A, B-2 અને B-12 સારી માત્રામાં હોય છે. વિટામિન A સ્કીન, હાડકા અને રોગપ્રતિકારક ક્ષમતા માટે બેસ્ટ છે. વિટામિન Aથી આંખોની રોશની વધે છે.

– આઇસ્ક્રીમમાં ઓમેગા-3 અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. આઇસક્રીમમાં વિટામિન D પણ હોય છે. જે હાડકાને મજબૂત બનાવે છે. ઠંડીની સિઝનમાં શરીરને વિટામિન Dની જરૂર પડે છે જે એક બાઉલ આઇસ્ક્રીમ ખાવાથી મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here