Tuesday, October 26, 2021
Homeશિયાળો પૂરો થાય તે પહેલા ઘરે જ બનાવી દો ટેસ્ટી તુવેરના ટોઠા,...
Array

શિયાળો પૂરો થાય તે પહેલા ઘરે જ બનાવી દો ટેસ્ટી તુવેરના ટોઠા, રેસિપી નોંધો

શિયાળો આવી ગયો છે અને જો તેમે બ્રેડ કે કુલ્ચાની સાથે ગરમાગરમ ટેસ્ટી અને સ્પાઇસી ટોઠા ખાવા મળી જાય તો બીજુ શું જોઇએ? મૂળ ઉત્તર ગુજરાતની આ વાનગી હવે આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ છે. તુવેરમાં સહેજ અલગ રીતે મસાલો કરીને બનાવવામાં આવતી આ વાનગી સ્પાઇસી ફૂડ ભાવતું હોય તો તેમને ખૂબ જ પસંદ આવે છે. ટોઠા ઘરે બનાવવાની રીત સરળ છે, તો આજે જ જાણો લો ટોઠા બનાવવી સરળ રેસિપી….


સામગ્રી:

1 કપ તુવેર
1 કપ ટામેટા પ્યુરી
1 ઝીણી સમારેલી ડુંગળી
3 મોટા ચમચા આદુ-મરચાંની પેસ્ટ
3 મોટી ચમચી વાટેલું લસણ
પસંદ હોય તો ઉપર લીલી ડુંગળી ભભરાવી શકો
1 મોટી ચમચી તેલ
1 ચપટી હિંગ
અડધી ચમચી હળદર
2 મોટી ચમચી મરચુ
1 મોટી ચમચી ગરમ મસાલા પાવડર
સ્વાદાનુસાર મીઠું

તુવેર કેટલી બાફવી?

તુવરેને ધોઇને ઓછામાં ઓછી 4-5 કલાક પલળવા દો. કૂકરમાં 1 ગ્લાસ પાણી અને મીઠુ નાંખી તુવેરને 3થી 4 સીટી વાગે ત્યાં સુધી બફાવા દો. કૂકર ઠંડુ પડે એટલે તુવેર બરાબર સોફ્ટ થઈ ગઈ છે કે નહિ તે ચેક કરી લો. ન થઈ હોય તો 1-2 સીટી વાગવા દો અને તુવેર સોફ્ટ થઈ જાય ત્યાં સુધી બફાવા દો.

વઘારવાની રીત:

તેલને એક કડાઈમાં ગરમ કરો. તેમાં હીંગ અને લસણની પેસ્ટ નાંખો. લસણ સંતળાય એટલે તેમાં ડુંગળી નાંખીને સાંતળો. ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ ઉમેરો. આ બધુ જ બરાબર સંતળાય એટલે તેમાં ટામેટા નાંખીને દસેક મિનિટ સાંતળવા દો.

મસાલો કરવાની રીત:

ટમેટા સહેજ પ્યુરી જેવા પોચા થઈ જાય એટલે બાફેલી તુવેરને તપેલામાં નાંખીને બરાબર હલાવો અને તેમાં ગરમ મસાલો, ગોળ, ખટાશ વગેરે સ્વાદનુસાર ઉમેરો. પંસદ હોય તો તેને લીલી ડુંગળીથી ગાર્નિશ કરો. તમે તુવેરના ટોઠા રોટલી સાથે પણ ખાઇ શકો પણ બ્રેડ અને કુલ્ચા સાથે ટોઠા ખાવાથી વધારે મજા આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments