શિલ્પા શિંદેએ કહ્યું-મને પાકિસ્તાનમાં પર્ફોર્મ કરવાથી કોઈનો બાપ પણ રોકી શકે તેમ નથી

0
0

બોલિવૂડ ડેસ્ક: સિંગર મિકા સિંહ પર પાકિસ્તાનમાં પર્ફોર્મ કરવા બદલ ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA) અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયસ (FWICE)એ પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ હવે FWICE એ મિકા પર લગાવેલો બેન પાછો ખેંચી લીધો છે. મિકા સિંહની આ મેટરમાં હવે શિલ્પા શિંદેએ પણ ઝંપલાવ્યું છે. આ મામલે હાલ ‘ભાભીજી ઘર પર હૈ’ ટીવી સિરિયલમાં અંગૂરી ભાભીનો રોલ કરનાર શિલ્પા શિંદેનો વિવાદિત વીડિયો સામે આવ્યો છે. તેણે કહ્યું કે, જો પાકિસ્તાન મને પર્ફોર્મ કરવા બોલાવશે તો હું અવશ્ય ત્યાં જઇશ અને આમ કર્વાનોમને કોઈનો બાપ પણ રોકી શકતો નથી.

શિલ્પાના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં તે નામ લીધા વગર AICWA અને FWICEને ચેતવણી આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેણે વીડિયોમાં કહ્યું કે, જો પાકિસ્તાન દેશ મારું સ્વાગત કરે છે, તો હું ત્યાં અવશ્ય જઇશ, કારણ કે તે મારો હક છે.

‘મારે રૂપિયા કમાવવા માટે કોઈ મીડિયમની જરૂર નથી’
મિકા પાજીને જબરદસ્તી ટોર્ચર કરીને તેમની પાસેથી સોરી બોલાવડાવ્યું છે. કારણ કે આ રીતની 50 ફેડરેશન બનેલી છે અને બધાને રૂપિયા ખાવા છે. મિકા પાજીના બેક ટુ બેક શો છે. એક શો કેન્સલ હોવાને કારણે તેમને કેટલું નુકસાન થાય છે તેનો કોઈને કોઈ અંદાજો નથી. શિલ્પાએ આગળ કહ્યું કે, મને કોઈ રોકી શકતું નથી કેમકે હું એક આર્ટિસ્ટ છું અને આર્ટિસ્ટને તમે આ રીતે બેન ન કરી શકો. મારે રૂપિયા કમાવવા માટે કોઈ મીડિયમની જરૂર નથી. હું રસ્તા પર પણ પર્ફોર્મ કરી શકું છું. હું આ લોકોથી ડરતી નથી. મને કોઈનો બાપ પણ રોકી શકતો નથી.

‘મારા પાકિસ્તાનમાં ઘણા ચાહકો છે’
મિકા પાજીને જબરદસ્તી ટોર્ચર કરીને તેમની પાસેથી સોરી બોલાવડાવ્યું છે. કારણ કે આ રીતની 50 ફેડરેશન બનેલી છે અને બધાને રૂપિયા ખાવા છે. મિકા પાજીના બેક ટુ બેક શો છે. એક શો કેન્સલ હોવાને કારણે તેમને કેટલું નુકસાન થાય છે તેનો કોઈને કોઈ અંદાજો નથી. વધુમાં શિલ્પાએ કહ્યું કે, મારા પાકિસ્તાનમાં ઘણા ચાહકો છે, જે લોકોએ મને બિગ બોસમાં જીતાડી છે. હું પાકિસ્તાની શૂટ પહેરું છું. મને ત્યાંથી કુરિયર આવે છે અને હું પણ ત્યાં કુરિયર મોકલું છું. આ બધામાં ખોટું શું છે?

ઉલ્લેખનીય છે કે, શિલ્પા શિંદેએ ટીવી પર ‘કભી આએ ન જુદાઈ’ , ‘ભાભી’, ‘રબ્બા ઇશ્ક ન હોવે’ અને ‘ચિડિયાઘર’ જેવી સિરિયલમાં કામ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here