Friday, August 12, 2022
Homeશિલ્પા શિંદેએ પાકિસ્તાનના ગુણગાન ગાનાર સિદ્ધુનું સમર્થન કર્યું, ભડકેલા સોશિયલ મીડિયા યુઝર્સે...
Array

શિલ્પા શિંદેએ પાકિસ્તાનના ગુણગાન ગાનાર સિદ્ધુનું સમર્થન કર્યું, ભડકેલા સોશિયલ મીડિયા યુઝર્સે રેપની ધમકી આપી

- Advertisement -

મુંબઈ: ભારતે મંગળવાર સવારે 3.30 કલાકે પુલવામા આતંકી હુમલાનો બદલો લીધો હતો. ભારતીય એરફોર્સના 12 મિરાજ ફાઈટર જેટે પાકિસ્તાનના 50 કિ.મી.માં પ્રવેશી જૈશના આતંકી કેમ્પોનો ખાત્મો બોલાવ્યો હતો. આ દરમિયાન ‘બિગ બોસ-11’ની વિનર રહેલી શિલ્પા શિંદેએ પુલવામા હુમલા મામલે પાકિસ્તાનનું સમર્થન કરનારા સિદ્ધુનો સપોર્ટ કર્યો. જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ રોષે ભરાયા હતા અને શિલ્પાને રેપની ધમકીઓ આપી હતી. વાસ્તવમાં શિલ્પાએ સિદ્ધુએ કંઈ જ ખોટું ના કહ્યું હોવાની વાત કરતા તેમનું સમર્થન કર્યું હતું. શિલ્પાના આ જ નિવેદનના કારણે તે ટ્રોલ થઈ રહી છે.

 

શિલ્પાએ ઈન્ટરવ્યૂમાં કહી આ વાત..
ટ્રોલિંગ પર બોલતા શિલ્પાએ કહ્યું કે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. તેણે કહ્યું હતું કે,”હું આ લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીશ. રેપની ધમકી આપનારાઓ વિરુદ્ધ ઓથોરિટીએ કડક પહલા લેવા જોઈએ. આવા લોકોને પકડવા જોઈએ જે મહિલાઓ અંગે આવી વાતો કરે છે. આવી માનસિકતા રાખનારા લોકોને હું આતંકી કહું છું. તેમના કામ પણ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર જેવા ખોટા જ છે.”

પાજીએ કંઈ ખોટું નથી કહ્યું.
શિલ્પાએ કહ્યું હતું કે,‘પાજી (નવજોતસિંહ સિદ્ધુ)એ કંઈ ખોટું કહ્યું નથી. તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. આતંકવાદને કોઈ સપોર્ટ કર્યું નથી. હું આ વાતથી સહમત છે કે તે પોતાના મિત્ર ઈમરાન ખાન અંગે ના બોલતા તેઓ પોલિટિકલી સાચા છે. કારણ કે તમારે સમજવું પડશે કે તેમણે વર્ષો સુધી સાથે ક્રિકેટ રમ્યા છે. વગર કારણે લોકો તેમની પાછળ પડ્યા છે.”

કપિલના શોમાંથી સિદ્ધુને બહાર કરવા પર શિલ્પાએ કહ્યું હતું કે,”કોઈને પણ સંપૂર્ણ રીતે બેન કરાય તેની તરફેણમાં હું નથી. તમે મને કે અન્ય કોઈને ગુજરાન ચલાવવા માટે કામ કરતા અટકાવી શકો નહીં.”

શિલ્પાએ પાક. કલાકારોની તરફેણ કરતા કહ્યું હતું કે,”હું ટેલેન્ટના આધારે પાક. કલાકારોને બોલિવૂડમાં કામ કરવા દેવાના અધિકાર માટે લડી શકું છું.” ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા બાદ પાકિસ્તાનનું સમર્થન કરવાના કારણે સિદ્ધુની આકરી ટીકા થઈ રહી છે. તેને કપિલ શર્માના શોમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં મુંબઈ ફિલ્મ સિટીમાં તેની એન્ટ્રી પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

સિદ્ધુએ કરી હતી આ વાત.
વાસ્તવમાં સિદ્ધુએ પાકિસ્તાનનો સપોર્ટ કરતા કહ્યું હતું કે,”અમુક ગણ્યા ગાઠ્યા લોકો માટે સંપૂર્ણ દેશને કઈ રીતે જવાબદાર માની શકાય. આ હુમલો કાયરતાપૂર્ણ છે અને હું તેની ટીકા કરું છું. કોઈપણ હિંસાને ચલાવી શકાય નહીં, જે દોષિત છે તેમને સજા મળવી જોઈએ.”

પાકિસ્તાનના સપોર્ટવાળા નિવેદનના કારણે ગુસ્સાથી લાલચોળ જનતા માટે આગમાં ઘી હોમવા જેવું કામ સિદ્ધુએ કરી દીધું છે, લોકો કોંગ્રેસી નેતાનો વિરોધ કરી રહ્યાં છે. આ સાથે જ કપિલ શર્માને પણ ચેતવણી આપી રહ્યાં છે. વિવાદ વધ્યા બાદ સિદ્ધુએ નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું હોવાનો દાવો કર્યો હતો.

સિદ્ધુના નિવેદનની ઘણી ટીકા કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘ધ કપિલ શર્મા શો’માંથી સિદ્ધુની હકાલપટ્ટી કરવાની પોસ્ટનો ઢગલો થઈ ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular