શિલ્પા શેટ્ટીએ કહ્યું, ‘બાઝીગર’ના શૂટિંગ સમયે કાજોલથી નારાજ હતી

0
49

મુંબઈઃ વેટરન સિંગર કુમાર શાનુ હાલમાં જ ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર 3’માં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે આવ્યા હતાં. તેમણે શોમાં જજ શિલ્પા શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ ‘બાઝીગર’ના ગીતો પણ ગાયા હતાં. શોમાં કુમાર શાનુએ કહ્યું હતું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન શિલ્પા શેટ્ટી એક્ટ્રેસ કાજોલથી નારાજ હતી.

શિલ્પાએ નારાજગીનું કારણ કહ્યું
શિલ્પાએ નારાજગીનું કારણ જણાવતા કહ્યું હતું કે ફિલ્મનું ગીત ‘કાલી કાલી આંખે’ કુમાર શાનુએ ગાયું હતું. આ ગીત કાજોલ પર ફિલ્માવવામાં આવ્યું હતું. શિલ્પાના મતે, આ તેની પહેલી ફિલ્મ હતી અને તે ઈચ્છતી હતી કે આ ગીત કાજોલને બદલે તેના પર ફિલ્માવવામાં આવે. શિલ્પાએ કહ્યું હતું, ‘અમે ફિલ્મનું શૂટિંગ કરતા હતાં અને ‘કાલી કાલી આંખે…’ માટે મારા બદલે કાજોલને પસંદ કરી લેવામાં આવી હતી. મને નવાઈ લાગી કે જ્યારે કાજોલની આંખો ગીતના શબ્દો સાથે બિલકુલ મેચ થતી નહોતી. તો પછી તેને કેમ આ ગીત માટે પસંદ કરવામાં આવી?’ શિલ્પાએ આગળ હસતા હસતા કહ્યું હતું કે જ્યારે આ ગીત હિટ થયું તો તે વધુ દુઃખી થઈ ગઈ હતી.

1993માં રિલીઝ થઈ હતી ‘બાઝીગર’
અબ્બાસ-મસ્તાનના ડિરેક્શનમાં બનેલી ‘બાઝીગર’ 1993માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં શાહરુખ ખાન લીડ રોલમાં હતો. જેનું નામ અજય શર્મા હતું, જે પિતાના મોતનો બદલો લેવા માંગતો હતો. ફિલ્મમાં દલીપ તાહિલ વિલનના રોલમાં તથા કાજોલ, શિલ્પા તેની દીકરીઓના રોલમાં હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here