શિવલિંગ પર જીભ કાપીને ચઢાવી દીધી, જાણો પછી શું થયું

0
9

છત્તીસગઢના કોરબામાં અંધવિશ્વાસને કારણે લોકો ફૂલ અને અગરબતી સાથે એક વ્યક્તિ પાસે એકઠા થઈ રહ્યા છે. આ વ્યક્તિએ પોતાની જીભ કાપીને શિવલિંગ પર ચઢાવી દીધી છે, જે બાદમાં આવું થઈ રહ્યું છે.

અશિક્ષણ અને અંધવિશ્વાસને જ્યારે ધર્મનો રંગ આપવામાં આવે ત્યારે છત્તીસગઢના કોરબામાં બની તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. છત્તીસગઢ સ્થિત કોરબા જિલ્લાના કરતલા-સેન્દ્રીપાલીમાં એક વ્યક્તિએ ભગવાને શિવને પોતાની જીભ કાપીને ચઢાવી દીધી હતી. જ્યારે તેના પરિવારના લોકોએ તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ઈશારામાં વાત કરવા લાગ્યો હતો.

આખો ઘટનાક્રમ જાણ્યા બાદ ગામના લોકો આને ચમત્કાર ગણવા લાગ્યા હતા. જે બાદમાં લોકો તેની પાસે નારિયેળ, ફૂલ અને અગરબતી લઈને પહોંચવા લાગ્યા હતા. ગામના અમુક લોકોએ લક્ષ્‍મી પ્રસાદ નામના આ વ્યક્તિ માટે તંબૂ પણ બનાવી દીધો છે. ગામના લોકોનું કહેવું છે કે લક્ષ્‍મી પ્રસાદ શિવભક્ત છે. તેઓ ભગવાન શિવની આરાધના કરે છે. લક્ષ્‍મી પ્રસાદ રવિવારે કોઈને કહ્યા વગર ઘરની બહાર નીકળ્યા હતા.

જ્યારે ઘણા લાંબા સમય સુધી તેઓ ઘરે પરત ન ફર્યા તો પરિવારના લોકોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ બાદ તેઓ ગામની બહાર એક ખુલ્લા મેદાનમાં મળી આવ્યા હતા. તેઓ શિવલિંગ લઈને બેઠા હતા. લોકોએ જોયું તો લક્ષ્‍મી પ્રસાદે શિવલિંગ પર પોતાની જીભ ચઢાવી દીધી હતી. જે બાદમાં અહીં લોકોની ભીડ એકથી થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here