Thursday, September 23, 2021
Homeશિવસેનાની બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત, 11 ઉમેદવારો નક્કી
Array

શિવસેનાની બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત, 11 ઉમેદવારો નક્કી

કોલકાતાઃ શિવસેનાએ પશ્વિમ બંગાળની 15 લોકસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેમાં 11 ઉમેદવારોના નામ પણ જાહેર કરી દેવાયા છે. શિવસેનાના રાજ્ય મહાસચિવ અશોક સરકારના કહ્યાં પ્રમાણે, તૃણમૂલ નો સામનો ભાજપની બંગાળ યુનિટ ન કરી શકે, કારણ કે મમતા બેનર્જીની પાર્ટીના તમામ નેતાઓ ભાજપમાં ભળી ગયા છે. આ પહેલા વિધાનસભા ચૂંટણીમાં પણ શિવસેનાએ 18 બેઠકો પર હાથ અજમાવ્યો હતો, પરંતુ એક પણ બેઠક જીતી ન હતી.

આંધ્રપ્રદેશઃ ચંદ્રબાબુએ કહ્યું- મુખ્યમંત્રી હોવા છતા હું કંઈ જ કરી શક્યો નથી
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ રાજ્યમાં થયેલી ઘણા અધિકારીઓની બદલીઓ પર નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, તેઓ મુખ્યમંત્રી હોવા છતા કંઈ જ કરી શકે તેમ નથી. વાયએસ જગમોહન રેડ્ડીની ફરિયાદ પર ચૂંટણી પંચે 24 કલાકની અંદર ડીજીપી અને એસપીની ટ્રાન્સફર કરી દીધી હતી. કર્ણાટકમાં તાજેતરમા જ મંત્રીના ઘરે પાડવામાં આવેલા દરોડા અંગે તેમણે કહ્યું કે, વિપક્ષોને નિશાન બનાવવા માટે જ ED અને IT ટીમોની રચના કરવામાં આવી છે.
ઉત્તર મુંબઈઃ બોલિવુડ એક્ટ્રેસ ઉર્મિલાને કોંગ્રેસમાંથી મળી ટિકિટ
બોલિવુડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરને કોંગ્રેસ પાર્ટીએ ઉત્તર મુંબઈ ખાતેથી ટિકિટ આપી છે. આ અંગેની ચર્ચાઓ ઉર્મિલાના કોંગ્રેસમાં જોડાયા પહેલા જ ચાલી રહી હતી. ઉર્મિલા આ બેઠક પરથી ભાજપના ગોપાલ શેટ્ટી સામે ચૂંટણી લડશે. શેટ્ટી આ બેઠક પરથી હાલના સાંસદ પણ છે. જેને ભાજપનો ગઢ માનવામા આવી રહ્યો છે. ઉર્મિલા બે દિવસ પહેલા જ કોંગ્રેસમાં જોડાઈ છે.
ઉત્તરપ્રદેશઃ ભાજપ ઉમેદવારે કહ્યું- હવે અમે સત્તામાં, આંગળી ઉઠાવશો તો તોડી દેશું
શંકર કઠેરિયાના કહ્યાં પ્રમાણે બસપા સુપ્રીમો માયાવતી તેમની વિરુદ્ધમાં ઘણી ફરિયાદો કરી છે. પરંતુ તેઓ તેમને ક્યારેય જેલમાં નહી ધકેલી શકે. પોતાના દમ પર તેઓ તેમની સામે લડી રહ્યા છે. હવે કેન્દ્ર અને રાજ્યમાં પણ અમારી સરકાર છે. જો કોઈ આંગળી  અમારી સામે ઉઠી તો તેને તોડી દેવામાં આવશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments