Tuesday, December 7, 2021
Homeશું આતંકી મસૂદ અઝહર હણાયો? સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ, પાકિસ્તાને સત્તાવાર...
Array

શું આતંકી મસૂદ અઝહર હણાયો? સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ, પાકિસ્તાને સત્તાવાર જાહેરાત નથી કરી

ઈન્ટરનેશનલ ડેસ્કઃ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ અને આતંકી મસૂદ અઝહર મરી ગયો હોય તેવા સમાચાર સોશિયલ મીડિયા પર ફરી રહ્યાં છે. જો કે પાકિસ્તાન સરકારે હજુ સુધી સત્તાવાર દાવો કર્યો નથી પરંતુ પાકિસ્તાનના સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આઇએએફ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં અઝહર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જો કે, પાકિસ્તાનના એક મંત્રીનો દાવો છે કે અઝહર મસૂદ પાકિસ્તાનમાં જ છે અને તે ત્રાસવાદી કમાન્ડરની સ્થિતિ ખૂબ જ બીમાર હોવાથી સારવાર હેઠળ છે.

હાલમાં જ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ એક ઈન્ટરવ્યૂમાં જૈશનો સ્થાપક અને આતંકી અઝહર મસૂદ પાકિસ્તાનમાં જ હોવાનું કબૂલ્યું હતું.

મંત્રીના દાવા મુજબ મસૂદ રાવપિંડીની આર્મી હોસ્પિટલમાં ઈલાજ કરાવી રહ્યો છે.

ભારતીય અધિકારીઓના જણાવ્યા મસૂદની કિડની ખરાબ છે. આ પહેલાં શુક્રવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ સ્વીકાર્યું હતું કે અઝહર તેના દેશમાં છે અને ઘણો જ ગંભીર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments