Wednesday, September 22, 2021
Homeશું ઈરફાન ખાનની ફિલ્મ 'હિન્દી મીડિયમ'ની સિક્વલ 'ઇંગ્લિશ મીડિયમ' હશે ?
Array

શું ઈરફાન ખાનની ફિલ્મ ‘હિન્દી મીડિયમ’ની સિક્વલ ‘ઇંગ્લિશ મીડિયમ’ હશે ?

બોલિવૂડ ડેસ્ક: અભિનેતા ઈરફાન ખાનની ફિલ્મ ‘હિન્દી મીડિયમ’ની સિક્વલનું શૂટિંગ ટૂંક સમયમાં શરુ થશે. આ ફિલ્મમાં ઈરફાન ખાન લીડ રોલમાં દેખાશે. એક નવા ટાઇટલની સાથે ફિલ્મની સ્ટોરીને આગળ ધપાવવામાં આવશે. જો કે સિક્વલના ટાઇટલને લઈને હજુ પણ અસમંજસ ચાલી રહી છે. સિક્વલનું ટાઇટલ ‘હિન્દી મીડિયમ 2’ રાખવું કે ‘ઇંગ્લિશ મીડિયમ’ રાખવું તેની ચર્ચાઓ હાલ ચાલુ છે.

વિદેશ ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓની સ્ટોરી હશે

ફિલ્મ ‘હિન્દી મીડિયમ’માં દેશની એજ્યુકેશન સિસ્ટમમાં ચાલતી ગોબાચારીને ઉજાગર કરવામાં આવી હતી. હિન્દી મીડિયમમાં ઈરફાન ખાન પોતાની દીકરીને હાઈ ફાઈ પ્રાઇવેટ ઇંગ્લિશ સ્કૂલને બદલે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવા માંગે છે. અને તે માટે જે શોર્ટ કટ્સ લે છે તેવી વાર્તા હતી. હિન્દી મીડિયમની સિક્વલમાં ઈરફાન પોતાની દીકરીને વધુ અભ્યાસ માટે અમેરિકા ભણવા માટે મોકલે છે તેવી સ્ટોરી હશે. વિદેશ ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓને ત્યાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેની વાતને આ સિક્વલમાં આવરી લેવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments