શું કરન જોહરની એન્ડ ગેમ શરૂ થઈ ચૂકી છે ?

0
101

મુંબઈઃ કરન જોહરની પાછલી બે ફિલ્મ્સને ક્રિટીક્સે વખોડી હતી અને આ ફિલ્મ્સને બોક્સ ઓફિસ પર સફળતા પણ મળી નથી. જેમાં ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’ની સ્ટોરી લાઈન દર્શકોને ના ગમી તો ‘એવેન્જર્સ’ના કારણે ‘કલંક’ની એન્ડ ગેમ થઇ ગઈ. જો કરનની પાછલી કેટલીક ફિલ્મ્સ જોઈએ તો કહી શકીએ કે, મોટાભાગની હિટ ફિલ્મ્સ બીજા સાથે ભાગીદારીમાં જ બનાવી છે. 2018માં કરને ‘રાઝી’ અને ‘સિમ્બા’ જેવી હિટ ફિલ્મ્સ પ્રોડ્યુસ કરી હતી.

‘રાઝી’માં અન્ય પ્રોડ્યૂસર્સ પણ સામેલ હતા અને ‘સિમ્બા’ તો ડિરેક્ટર રોહિત શેટ્ટીએ જાતે પણ પ્રોડ્યુસ કરી હતી. કરનના ધર્મા પ્રોડક્શન્સની ગયા વર્ષે આવેલી સોલો પ્રોડ્યુસ ફિલ્મ ‘ધડક’ બોક્સઓફિસ પર કમાલ બતાવી શકી નહોતી. કરનના પ્રોડક્શન્સમાં સોલો પ્રોડ્યુસ થયેલી છેલ્લી હિટ ફિલ્મ છે ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’. હવે તાજેતરમાં જ બે ફિલ્મ્સ ફ્લોપ જવાના કારણે કરનના પ્રોડક્શન હાઉસ પર સવાલો ઉઠી રહ્યા છે.

માત્ર બીજા સાથે ભાગીદારીમાં હિટ
પ્રોડ્યૂસર તરીકે કરન જોહરની મોટાભાગની હિટ ફિલ્મ્સ સોલો પ્રોડક્શનમાં નહીં પણ કો-પ્રોડક્શનમાં બની છે.

નામ રોલ ફિલ્મ કમાણી
રોહિત શેટ્ટી કો પ્રોડ્યૂસર સિમ્બા 240 કરોડ સુપરહિટ
અક્ષય કુમાર કો પ્રોડ્યૂસર કેસરી 154 કરોડ સુપરહિટ
ગૌરી ખાન કો પ્રોડ્યૂસર સ્ટૂડન્ટ ઓફ ધ યર 70 કરોડ હિટ
ગૌરી ખાન કો પ્રોડ્યૂસર માય નેમ ઈઝ ખાન 82 કરોડ હિટ
સાજીદ નડિયાદવાલા કો પ્રોડ્યૂસર ટુ સ્ટેટ્સ 101 કરોડ હિટ

ઈન્ડસ્ટ્રીઝના લોકો ચૂપ

કરનની ફિલ્મ્સ ફ્લોપ જવા છતાં આ મુદ્દે કોઈ ખોલીને બોલવા માંગતું નથી. અમને પણ ઇન્ડસ્ટ્રીના બે દિગ્ગ્જ ટ્રેડ એનાલિસ્ટે કરનની ફિલ્મ્સ પર પોતાનો વિચાર કહ્યો પણ નામ ન આપવાની શરતે.

આશ્ચર્યની વાત એ છે કે, કરન જોહર મોટા એક્ટર્સને લઈને એવી ફિલ્મ બનાવે છે જેને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ને જોવો. શું આવી સ્કૂલ કે કોલેજ અસલ જીવનમાં ક્યારેય જોઈ છે? ધર્મા પ્રોડક્શન્સ જેવી વાર્તાઓ પસંદ કરે છે.

કરન પાથ બ્રેકીંગ ફિલ્મ બનાવવા માટે પ્રખ્યાત નથી. તેમને જે મળ્યું છે તે પિતા પાસેથી વારસામાં મળ્યું છે. તેમણે હંમેશા મોટા સ્ટાર્સ અથવા સ્ટાર કિડ્સને લઈને ફિલ્મ્સ બનાવી છે અને આજ સુધી કોઈ ફિલ્મ એવી નથી આપી જે ગેમ ચેન્જર કહી શકાય.

મોટો સવાલઃ શું ઝાટકો લાગશે?

બેક ટુ બેક ફ્લોપથી શું કરનને નુકસાન જશે? આ સવાલનો જવાબ શોધવાના મૂળમાં ગયા તો એક સૂત્રે કહ્યું કે ,તેમની બ્રાન્ડને કોઈ અસર નહીં પડે. તેમની દરેક ફિલ્મ રિલીઝ પહેલા જ કમાણી કરી લે છે.

સોલો ફિલ્મ્સનું ખરાબ પ્રદર્શન
 • દોસ્તાના 44.38 ફ્લોપ
 • વેકઅપ 27.95 સિદ ફ્લોપ
 • વી આર ફેમિલી 29.68 ફ્લોપ
 • ગિપ્પી 4.5 સુપર ફ્લોપ
 • ગોરી તેરે પ્યાર મેં 16.32 સુપર ફ્લોપ
 • ઉંગલી 19.47 સુપર ફ્લોપ
 • બ્રધર્સ 97.29 એવરેજ
 • ધડક 74.9 એવરેજ
 • SOTY 2 44.35 ફ્લોપ
આગામી ફિલ્મ્સ

આમાંથી કોઈ પણ ફિલ્મ ફ્લોપ જશે તો કરનની એન્ડ ગેમ થઇ જશે.

 • ડ્રાઈવ સોલો પ્રોડ્યૂસર 2019
 • ગુડ ન્યુઝ પ્રોડક્શન પાર્ટનર 2019
 • સૂર્યવંશી પ્રોડક્શનપાર્ટનર 2020
 • તખ્ત ડાયરેક્ટર 2020
 • બ્રહ્માસ્ત્ર સોલો પ્રોડ્યૂસર 2020
 • શેરશાહ પ્રોડક્શન પાર્ટનર 2020
કેવી રીતે કમાય છે પૈસા
 • ફિલ્મના મ્યુઝિક રાઇટ્સ, ડિજિટલ રાઇટ્સ વેચી દે છે.
 • વેબ સિરીઝમાં કોન્ટ્રીબ્યુશન છે, તેમાંથી કમાણી થાય છે.
 • ધર્મા ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન પણ કરે છે, તો પ્રોફિટ પર નિયંત્રણ રહે છે.
ફ્લોપ બાદ પણ ક્રેડિટ જેમની તેમ
 • દરેક ફાઇનાન્સર તેની ફિલ્મમાં ઈન્વેસ્ટ કરવા રેડી
 • મોટા સ્ટુડિયોઝ તેમની સાથે જોડાવા ઈચ્છે છે.
 • દરેક સેલિબ્રિટી પોતાના બાળકોને કરન જોહર પાસે લોન્ચ કરાવવા ઈચ્છે છે.
શું પગલાં ભરી રહ્યા છે

ક્રિટીક્સનાં વખોડ્યા બાદ સચેત થઈને કરન હવે સારી સ્ક્રિપ્ટ શોધીને પાસ કરવાની શોધમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here