શું કૉંગ્રેસ માત્ર પ્રદર્શન અને આંદોલન માટે જ છે? યુથ કોંગ્રેસે સવાલ ઉઠાવી માગી લોકસભાની ટિકીટ

0
17

ગુજરાત કોંગ્રેસમાં લોકસભા ટિકિટ માટે કિટ-કિટ બંધ થવાનું નામ નથી લેતી. ત્યાં યુથ કોંગ્રેસે પણ ટિકિટ મેળવવા કવાયત શરૂ કરી છે.

ગુજરાત યુથ કોંગ્રેસે પ્રદેશ નેતાગીરી પર ટિકિટ માટે દબાણ વધાર્યુ છે. પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને પરેશ ધાનાણીને મેસેજ કર્યા છે. કોંગ્રેસ માત્ર પ્રદર્શન અને આંદોલન માટે જ છે.

તેવા સવાલો પણ ઉઠાવ્યા છે. અને આ ચૂંટણીમાં યુથ કોંગ્રેસને નજર અંદાજ કરવામાં ન આવે તેવી ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારી છે. ગુજરાતમાં લોકસભાની એક ટિકિટ યુથ કોંગ્રેસને અપાય તેવી માંગ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here