Thursday, October 21, 2021
Homeશું તમારી કારમાં સનરૂફ હોવું જરૂરી છે, આ આર્ટિકલ બદલી નાંખશે તમારો...
Array

શું તમારી કારમાં સનરૂફ હોવું જરૂરી છે, આ આર્ટિકલ બદલી નાંખશે તમારો વિચાર

આજના સમયમાં ગાડીઓમાં સનરૂફનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. રસ્તા પર દોડતી કારના સનરૂફને ખોલીને એમાં વચ્ચે ઊભા રહેવા અને હવામાં પોતાના હાથ ખુલ્લા કરી દેવા કદાચ દરેક યુવાને ખૂબ જ આકર્ષિત કરે છે. દરેક લોકો ઇચ્છે છે કે એમની કારમાં સનરૂફ જેવા ફીચર્સ હોય.

સનરૂફ જ્યાં તમને પોતાની તરફ આકર્ષિત કરે છે તો એના કેટલાક નુકસાન પણ છે. જેની પર કદાચ કોઇની નજર પડતી નથી. તો જો તમે એવી કારના માલિક છો જેમાં સનરૂફ છે અથવા એવી કાર શોધી રહ્યા છો જેમાં આ ફીચર સામેલ નથી તો એક વખત આ આર્ટિકલ જરૂરથી વાંચોય અને વિચાર કરો કે શું તમારે સનરૂફની જરૂર છે.

શરૂઆતના સમયમાં આ ફીચર માત્ર લક્ઝરી અને મોંઘી કારોમાં જોવા મળતું હતું. પરંતુ સમય સાથે સનરૂફનો પ્રયોગ વાહન નિર્માતા કંપનીઓ ઓછી કિંમત વાળી કારોમાં પણ કરવા લાગ્યા. એ પાછળનું કારમ હતું કે ગ્રાહકોને આ ફીચર ખૂબ પસંદ આવતું હતું.

જો સનરૂફના પ્રયોગ માટે વિચારવા જઇએ તો એના માટે એક ખૂબ ખાસ સિઝનની જરૂર હોય છે. એટલે કે એવી સિઝન વધારે ગરમી, ઠંડી કે વરસાદ ના હોય. હવે આવી સિઝન દેશના દરેક ભાગમાં મળવી ખૂબ મુશ્કેલ છે.
સનરૂફનો વારંવાર પ્રયોગ કરવાથી એના ફીટીંગ્સમાં પણ ગેપ આવવા લાગે છે. જેના કારણે અંદર ચાલી રહેલું એસી પૂરી રીતે કારને ઠંડી કરી શકતું નથી. કારણ કે સનરૂફ ફ્રંટ રો ની સીધા ઉપર આવે છે. તો એસી કારની અંદર જેટલું કુલિંગ કરે છે એ ઠંડી હવા સનરૂફના એ ગેપના રસ્તેથી સીધી બહાર નિકળી જાય છે. એવામાં કારના કૂલિંગ પર પણ અસર પડે છે.

જો તમારું સનરૂફ પૂરી રીતે પેક છે ત્યારે પણ એ કારના કૂલિંગને અસર કરે છે આ ઉપરાંત ભીષણ ગરમીમાં કારની અંદર બેઠેલા લોકોના સ્વાસ્થ્ય પર પમ ખરાબ અસર કરે છે. વાસ્તવમાં ભીષણ ગરમીના સમયે લોકો કારની અંદર એસીનું તાપમાન ઓછું કરી દે છે કારણ કે કારની અંદરનો માહોલ જલ્દીથી ઠંડો થઇ શકે, તો બીજી બાજુ સનરૂફથી થઇને આવતો તડકો કારની ફ્રંટ રો માં બેઠેલા લોકોના માથે સીધો પડે છે. એટલે તમે અંદાજો લગાવો કે તમારા શરીરનો દરેક ભાગ ઠંડા માહોલમાં રહે છે પરંતુ તમારું માથું સીધું તડકાના સંપર્કમાં આવે છે એની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે.

આ ઉપરાંત ઠંડા પવન અથવા વરસાદની સિઝનમાં ક્યારેય પણ સનરૂફનો પ્રયોગ કરી શકો નહીં.

ઘણા બધા લોકો આ વાત પર ધ્યાન આપતા નથી પરંતુ સનરૂફ તમારી કારની મજબૂતીને ઓછી કરી દે છે. વાસ્તવમાં કારની બોડીને ચારેય બાજુથી મજબૂત મેટેલથી પેક કરવામાં આવે છે. પરંતુ રૂફ પરનું આટલું મોટું કાણું કારના ટોપને કમજોર કરી દે છે. જેના કારણે કોઇ પણ આપાત સ્થિતિમાં એટલે કે દુર્ઘટના વાશી સ્થિતિમાં તમારી કારની ટક્કર વાગચા કારની મજબૂતીની ટકાવાળી ઓછી થઇ જાય છે.

સનરૂફને જ્યારે કંપની દ્વારા લગાવવામાં આવે છે તો એને રબરની કોર્નર સીલથી પેક કરે છે. જે સમયની સાથે ગરમી, વરસાદ અને ઠંડીની સિઝન ઝેલવા બાદ કમજોર થવા લાગે છે અને આ રબર સીલ ખરાબ થઇ જાય છે. પરંતુ ઘણા બધા લોકો આ વાત પર ધ્યાન આપતા નથી જેના કારણે સનરૂફના કિનારા પર ગેપ થવા લાગે છે. જેના કારણે જ્યારે કાર ડ્રાઇવ કરી રહ્યા હોય તો સ્પીડના કારણે હવાથી પેદા થતો અવાજ અને બહારથી આવતો અવાજ પણ કારની અંદર બેઠેલા લોકોને પરેશાન કરે છે.

આજના સમયમાં જ્યારે પણ જૂની કાર ખરીદો છો તો એ કાપના દરેક ભાગને ખૂબ જ ઝીણવટપૂર્વક જોવામાં આવે છે. પરંતુ એવામાં તમે તમારી સનરૂફ વાળી કારને વેચવા માટે કારના ખરીદદારને દેખાડો છો તો એના મગજમાં સૌથી પહેલા સનરૂફ ચેક કરવાનું આવે છે. જો તમારા સનરૂફમાં ગેપ છે તો એ તમારી કારની કિંમત ઓછી કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments