Saturday, August 13, 2022
Homeશું ફરહાન અખ્તરે ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી? Leak થઈ તસવીરો
Array

શું ફરહાન અખ્તરે ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી? Leak થઈ તસવીરો

- Advertisement -

એક્ટર-ડાયરેક્ટર ફરહાન અખ્તર આજકાલ ટીવી સેલિબ્રિટી શિવાની દાંડેકરને ડેટ કરી રહ્યા છે. બન્ને વચ્ચે અફેયર ચાલી રહ્યું છે. જેની સત્તાવર જાહેરાત પણ જગજાહેર છે. સોશ્યલ મીડિયામાં બન્નેની પીડીએ તસવીરો વાયરલ થઈ છે. રિલેશનશીપનાં કોર્ટશીપને સેલિબ્રિટી કપલ આનંદ માણી રહ્યો છે. તાજેતરમાં ફરહાન અખ્તરે એક ફોટો શેયર કરી છે. જેને લીધે બન્ને એ સગાઈ કર્યાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.

https://www.instagram.com/p/Bui-qvGBmF5/?utm_source=ig_embed

ફરહાન અખતરે શેર કરેલી તસવીરમાં ફરહાને શિવાનીનો હાથ પકડ્યો છે. બન્નેએ રિંગ ફિંગરમાં વીંટી પહેરી છે.  આ ફોટોનાં કેપ્શનમાં અભિનેતાએ લખ્યું છે કે, “’હેન્ડ હોલ્ડિંગ, એક પ્રકારની જટિલ સાદગી, ઘણું બધું કહેવા માટે થોડુંક છે.”

https://www.instagram.com/p/BuJfyjwhQrP/?utm_source=ig_embed

એક્ટર ફરહાન અખ્તરનાં વર્કફિટની વાત કરવામાં આવે તો ફરહાન પ્રિયંકા ચોપડાની ફિલ્મ ઓપોઝીટ મુવી-ધ સ્કાય ઇસ પિન્કમાં નજરે પડશએ. આ ફિલ્મમાં પ્રિયંકા-ફરહાન પતિ-પત્નીની ભૂમિકામાં છે. ફિલ્મનું ડાયરેક્શન સોનાલી બોઝે કર્યુ છે.  11 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થશે.  ફિલ્મમાં ફરહાન-પ્રિયંકા સિવાય જાયરા વસીમ પણ છે.

https://www.instagram.com/p/Bts3cPZhq1j/?utm_source=ig_embed

ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન વીકમાં ફરહાને ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટીક તસવીર શેર કરી હતી. જે તસવીરનાં કેપ્શનમાં લખ્યું હતું કે,તુમ મુસ્કુરાઓ જરા,ચિરાગ જલા દો જરા,અંધેરા હટા દો જરા, રોશની ફૈલા દો જરા.

https://www.instagram.com/p/Bskx-0Xh1NY/?utm_source=ig_embed

ફરહાન સાથેની રિલેશીનશીપ અંગે શિવાની દાંડેકરે કહ્યું હતું કે, હું કોઈ રહસ્ય રાખું તે છોકરી નથી. જો કે કોઈ ચીજનો ઢંઢેરો પીટવાની જરૂરત નથી. લોકો અમારા વિશે કાંઈ ને કાંઈ કહેતા જ રહેશે. હું જેને પણ ડેટ માટે પસંદ કરૂ છું. તેની સાથે સહજ છું.

https://www.instagram.com/p/BqMfaBMBeC2/?utm_source=ig_embed

બન્નેની તસવીરો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહિ છે. પોતાની તસવીરો મામલે શિવાનીએ કહ્યું છે કે, મારા રિલેશન વિશે કાંઈ પણ મહેસુસ કરતી નથી. અમે સોશ્યલ મીડિયા પર તે વસ્તુઓ જ શેયર કરીએ છે. જે ખરેખર શેયર કરવી જોઈએ. લોકો અમારી વાતને કઈ રીતે જુએ છે. તે લોકો પર નિર્ભર છે.

https://www.instagram.com/p/BtnG1lehi6T/?utm_source=ig_embed

ફરહાન અને શિવાની નાં લગ્નની જોરશોરથી ચર્ચા ચાલે છે. સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે ફરહાન-શિવાની આ વર્ષનાં અંત સુધીમાં અથવા વર્ષ 2020ની શરૂઆતમાં લગ્ન કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular