Wednesday, December 8, 2021
Homeશું બ્રેકફાસ્ટમાં બ્રેડ ખાવી છે યોગ્ય? જાણો કઇ બ્રેડ શેમાંથી બને છે
Array

શું બ્રેકફાસ્ટમાં બ્રેડ ખાવી છે યોગ્ય? જાણો કઇ બ્રેડ શેમાંથી બને છે

આપણામાંથી ઘણા લોકોની ફેવરિટ બ્રેકફાસ્ટ બ્રેડ હોય છે. કારણ કે એ ખૂબ હલ્કી હોય છે અને આપણામાંથી ઘણા લોકોને આ હેલ્ધી નાશ્તો લાગે છે. વિશેષજ્ઞોનું કહેવું છે રે સવારની ભાગદોડમાં આપણામાંથી મોટાભાગે લોકો સેન્ડવિચ, બ્રેડ જામ અથવા બ્રેડ માખણ ખાઇ લે છે. જ્યારે વિશેષજ્ઞોનું માનવું છે કે દરરોજ નાશ્તામાં બ્રેડને ખાવાથી નુકસાન થઇ શકે છે.

કેવી રીતે બને છે બ્રેડ
બ્રેડમાં સામાન્ય રીતે લોટ, મેદો, મીઠું, ખાંડ, ઓટ્સ, દૂધ, તેલ , પ્રિઝર્વેટિવ્સ વગેરે નાંખવામાં આવે છે. આ ઉપરાંત ટેસ્ટ અનુસાર ચીજો સામેલ કરવામાં આવે છે. બ્રેડને યીસ્ટની મદદથી બનાવવામાં આવે છે. માર્કેટમાં આજે વ્હાઉટ, બ્રાઉન અને મલ્ટીગ્રેન જેવી ઘણી વેરાયટીની બ્રેડ મળે છે.

મીઠાનું વધારે પ્રમાણ
મોટાભાગની બ્રેડમાં વધારે પ્રમાણમાં મીઠું હોય છે. એનાથી શરીરમાં સોડિયમની માત્રાના સંતુલન પર અસર પડે છે. તમે ઇચ્છો તો ઘરે બ્રેડ તૈયાર કરી શકો છો અને એમાં મીઠાના પ્રમાણને સંતુલિત રાખી શકે છે.

વજન વધારે છે
જો તમે બ્રેડના ખૂબ શોખીન છો તો તમારું વજૉન વધશે એ નક્કી છે. એમાં રહેલું મીઠું, ખાંડ અને પ્રીઝરવેટિવ્સ વજન વધારવામાં મદદરૂપ થાય છે.

ગ્લૂટોનથી હોય છે ભરપૂર
જે લોકોને ગ્લૂટોન ઇન્ટોલરેન્સ હોય, એમને પણ બ્રેડ ખાવી જોઇએ નહીં, ગ્લૂટન એ હોય છે જે કોઇ ખાદ્ય પદાર્થને ચીકણો બનાવે છે. એની સાથે જ એ લોકો કે જેમને બ્લડ પ્રેશર હાઇ રહે છે, એમને પણ બ્રેડ ઓછી ખાવી જોઇએ. વાસ્તવમાં બ્રેડમાં કાર્બોહાઇડ્રેટ હોય છે. ખાસ કરીને રિફાઇન્ડ વ્હાઇટ બ્રેડ ખાવાથી અચાનક બ્લડનું શુગર લેવલ વધી જાય છે અને પછી થોડા સમય બાદ એકદમ ઘટી જાય છે. જેનાથી શરીરમાં ઊર્જાનું સ્તર ઓછું થઇ જાય છે. એટલા માટે હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકોને એનું ઓછામાં ઓછું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. જો બ્રેડ ખાવી જરૂરી છે તો હોટવ્હીટ બ્રેડ લઇ શકો છો.

હાઇ ફ્રૂક્ટોસ કોર્ન સિરપ
આ કૃત્રિમ સ્વીટનર મોટાભાગે આનુવંશિક રૂપથી સંશોધિત કોર્નથી બનાવવામાં આવે છે અને તમારી પસંદગીની બ્રેડમાં મિક્સ કરવામાં આવે છે. આ હાનિકારક સંઘટક સુક્રોઝની જગ્યા લે છે. આ ખૂબ સસ્તું હોય છે, જે બ્રેડ નિર્માતાઓને વધારે રૂપિયા કમાવવા એક સારી તક આપે છે.

વ્હાઇટ બ્રેડ
વ્હાઇટ બ્રેડને મેંદાથી તૈયાર કરવામાં આવે છે. એને બનાવવાની પ્રક્રિયામાં એની ન્યૂટ્રિશયન વેલ્યૂ ખૂબ ઓછી થઇ જાય છે કારણ કે ઘઉંનું ઉપરનું છોતરું નિકળી જાય છે. એનાથી ફાઇબર અને બીજા પોષક તત્વો ખતમ થઇ જાય છે. એવામાં માત્ર સ્ટાર્ચથી ભરપૂર હિસ્સો બચે છે. એટલે કે ખાવાથી પોષણ મળતું નથી. વ્હાઇટ બ્રેડ ખાવા ઇચ્છો છો તો એની સાથે ઇંડા, પનીર, લીલા શાકભાજી, અવોકેડો વગેરે ખાવ. એનાથી તમારા બ્રેકફાસ્ટની ન્યૂટ્રિશયલ વેલ્યૂ વધી જાય છે.

કલર મિક્સ કરીને બનાવાય છે બ્રાઉન બ્રેડ
બ્રાઉન બ્રેડને સામાન્ય રીતે લોકો ઘઉંની બ્રેડ સમજીને ખરીદે છે, પરંતુ બ્રાઉન બ્રેડને પણ મેદાથી તૈયાર કરવામાં આવે છે. કેટલીક કંપનીઓ એની બનાવતી વખતે આર્ટિફિશિયલ કલર અથવા કેરેમલ મિક્સ કરે છે. જેનાથી એનો કલર બ્રાઉન થઇ જાય છે. કોઇ પણ બ્રાઉન બ્રેડ રોટલીના રંગથી વધારે ડાર્ક બ્રાઉન હોય તો સમજી લેવું કે એમાં કલર મિક્સ કર્યો છે. સામાન્ય રીતે ન્યૂટ્રિશન પ્રમાણે આ વ્હાઇટ બ્રેડથી વધારે સારી હોતી નથી એટલા માટે ખરીદતી વખતે એમાં સામેલ કરવામાં આવેલી સામગ્રીને યોગ્ય રીતે વાંચી લો.

હોલવ્હીટ બ્રેડ
આ બ્રેડ ઘઉંના લોટથી બનાવવામાં આવે છે. એમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. એની એક સ્લાઇસમાં 2 3 ગ્રામ ફાઇબર હોય છે. આ પાચન અન પોષણ બંને રીતે સારી છે, પરંતુ બ્રેડ સોફ્ટ અને લાઇટ છે તો એમાં હોલવ્હીટ હોવાની શક્યતા ઓછી હોય છે. હોલવ્હીટ બ્રેડ ખરીદતી વખતે સમય પેકેટ પર સામગ્રીને જરૂરથી જોવો. જેમાં હોલવ્હીટ વધારે હોય એને જ ખરીદવી જોઇએ.

મલ્ટીગ્રેન બ્રેડ
એમાં લોટ ઉપરાંત ઓટ્સ, ફ્લેક્સ સીડ્સ, સનફ્લાવર સીડ્સ, બાજરા અને રાગી સામેલ હોય છે. એને પણ ઘઉં અને મેંદાથી મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments