શું રાજકોટ સિવિલમાં સ્વાઇન ફ્લુના દર્દીનો નહીં થાય ઇલાજ? બચાવનારાને ચેપ લાગવાનો ડર

0
8

સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફલુનો કેર યથાવત છે. તેવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુ માટેને એચ-1 એન-1 વેક્સિન ખુટી છે. આ વેક્સિન સ્વાઈન ફ્લૂ વોર્ડમાં કામ કરતા કર્મચારીઓને આપવામાં આવતી હતી.આ રસીના કારણે તે વોર્ડના કર્મચારીઓને સ્વાઈન ફ્લૂ સામે પ્રોટેક્શન મળે છે. પરંતુ આજે સિવિલ હોસ્પિટલમાં એચ-1 એન-1 વેક્સિન ખુટી છે. અને આ માહિતી ખુદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ મનીષ મહેતાએ આપી હતી. વેકસીન નું ઉત્પાદન કરતી કંપનીએ વેકસીન આપવાનું બંધ કર્યુ હોવાનું પણ મનાય છે.

રાજકોટમાં સ્વાઈન ફ્લૂના કારણે એક જ દિવમમાં ત્રણ લોકોનાં મોત થયાં છે. રાજકોટના ૭૦ વર્ષિય મહિલાનું સ્વાઈન ફ્લૂથી મોત થયુ છે..ભાવનગર જીલ્લાના નાની વાવડીનાં ૫૮ વર્ષિય મહીલાનું પણ સ્વાઈન ફલૂથી મોત થયુ હતુ. તો જુનાગઢ જીલ્લાના ૫૦ વર્ષિય મહીલાનું સ્વાઈન ફલૂના કારણે મોત થયાના સમાચાર છે. અત્યાર સુધી ૧૫ લોકોનાં મોત થયા છે.

24 દિવસમાં કુલ 75 કેસ પોઝીટિવ નોંધાયા છે. આજે પણ રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં 32 જેટલા દર્દીઓ સ્વાઇન ફ્લુની સારવાર લઇ રહ્યાં છે. મહાનગર પાલિકા અને જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. સૌરાષ્ટ્રભરમાંથી સ્વાઇન ફલુનાં દર્દીઓ રાજકોટ સારવાર માટે આવતા હોવાથી મૃત્યું દરનાં આકડામાં વધારો જોવા મળી રહ્યો છે. તેવું તંત્ર જણાવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here