શું વાત છે? 2019માં ગમે તેમ કરીને ભાજપની સરકાર તો બનશે પણ વડાપ્રધાન મોદી નહીં આ નેતા હશે

0
27

દેશની લોકસભા ચૂંટણી 2019નો રણશીંગો ફૂંકાઈ ચૂક્યો છે. ચૂંટણીને લઈને બીજેપી વળતરનો દાવો કરી રહી છે. તો કોંગ્રેસનું કહેવું છે કે તે નરેન્દ્ર મોદી સરકારને ઉખેડી નાખશે અને 5 વર્ષ પછી ફરી સત્તામાં આવશે. તો વળી બીજા જ્યોતિષવિદ્યાનાં જાણકાર પણ પોત-પોતાના દાવા કરી રહ્યાં છે. ઓંકારેશ્વરનાં જ્યોતિષ વિદ્યાલય અધ્યક્ષ ડૉ. ભુપેશ ગાગેએ કહ્યું છે કે કોઈ પણ રીતે બીજેપી ફરીથી સત્તામાં આવી તો જશે પણ તેને ઘણી બીજી પાર્ટીનો સહકાર લેવો પડશે.

મહારાષ્ટ્રના વિદર્ભની સાંસ્કૃતિક રાજધાની અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ અમરાવતીમાં થોડા દિવસ પહેલા જ્યોતિષ સંમેલન થયું હતું. તેમાં દેશભરમાંથી આવેલા જ્યોતિષીઓએ ધાર્મિક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપ્યો અને રાજકીય વલણો પણ પર ટીકા-ટિપ્પણી કરી હતી. મધ્ય પ્રદેશના ઓંકારેશ્વરનાં જ્યોતિષ વિદ્યાલય અધ્યક્ષ ડૉ. ભુપેશ ગાગેએ દાવો કર્યો છે કે 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2014નાં પરિણામોનું પૂનરાવર્તન નહીં કરી શકે.

તેમણે કહ્યું કે બીજેપી કોઈ રીતે સત્તામાં તો આવી જશે પરંતુ 2019 નવેમ્બરનાં આવતા આવતા ગઠબંધનની મજબુરીનાં કારણે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદ પરથી રજા લેવી પડશે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પ્રધાનમંત્રી પદ પર બિરાજમાન થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ખાનગી સર્વેમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે 2019માં ભાજપના જનાધાર ઘટી રહ્યો છે.

અમરાવતીમાં થયેલ આ જ્યોતિષ સમારંભમાં ભુપેશ ગાગેએ એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ભાજપ નહીં જીતે. તેમણે કહ્યું કે સરકાર તો એનડીની બનશે, પરંતુ શિવસેનાની શક્તિ વધશે. ગાગે અનુસાર ભાજપ પોતાની પાર્ટીને મુખ્યમંત્રીમાં નહીં બેસાડી શકે અને ઉદ્દવ ઠાકરે મહારાષ્ટ્રનાં રાજકારણમાં મોટા નેતા તરીકે ઉભરી આવશે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં બીજેપીએ પહેલીવાર પોતાના દમ પર સરકાર બનાવી છે, આ સરકારને પહેલા શિવસેનાનું સમર્થન મળેલ હતું. પરંતુ પાછળથી શિવેસેના આ સરકારથી અલગ થઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here