શૂજિત સરકારની ફિલ્મ ‘ઉધમ સિંહ’માં વિકી કૌશલ ક્રાંતિકારી બનશે

0
43

બોલિવૂડ ડેસ્ક: ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ ની સફળતા બાદ વિકી કૌશલ હવે પોતાની આગામી ફિલ્મની તૈયારીઓમાં જોડાવાના છે. રાકેશ શર્માની બાયોપિક બાદ હવે તે બીજી બાયોપિકમાં કામ કરશે. તે ‘પીકુ’ અને ‘પિન્ક’ ફેમ ડિરેક્ટર શૂજિત સરકારની ફિલ્મ ‘ઉધમ સિંહ’માં લીડ રોલ પ્લે કરશે. ફિલ્મ ભારતની આઝાદીની લડાઈમાં મહત્વનું પાત્ર ભજવનારા ફ્રીડમ ફાઈટર ઉધમ સિંહની વાર્તા હશે. ફિલ્મ 2020માં રિલીઝ થશે અને એનું શૂટિંગ આવતા મહિને શરૂ થશે.

વિકી ઘણા સમયથી શુજીત સાથે કામ કરવા માગતો હતો. તેને કહ્યું કે, આ મારા માટે સપનું સાચું પડવા જેવું છે. ફાઈનલી હું એમની સાથે કામ કરવાનો છું. હું હંમેશાંથી એમના વાર્તા જોવાના અંદાજનો પ્રસંશક રહ્યો છું. તેઓ જેવી રીતે ઉધમના કેરેક્ટર સાથે જોડાયેલા છે મને લાગે છે કે તે કંઇક કમાલ જ કરશે.

આ ફિલ્મ ક્રાંતિકારી ઉધમ સિંહની બાયોપિક હશે. ઉધમે 1940માં બ્રિટિશ ઇન્ડિયાના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર ઓફ પંજાબ માઈકલ ઓ ડ્વાયરની હત્યા કરી હતી. એના મારફતે એમણે અંગ્રેજો સામે 1919માં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો હતો.

જો તમે વિકીનો ટ્રેક રેકોર્ડ જુઓ તો એમની ચોઈસ બહુ જ ઉત્તમ છે અને એમણે ઘણા બ્રેવ સ્ટેપ લીધા છે. હું આ ફિલ્મ માટે એક એવો એક્ટર ઈચ્છતો હતો જે પોતાની આત્મા અને દિલ બંને આ ફિલ્મને આપી શકે. આ સિવાય તે પંજાબી છે અને અમારી વાર્તા પણ પંજાબી માણસની છે. તો દરેક રીતે એ પરફેક્ટ ચોઈસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here