Monday, December 5, 2022
Homeદેશશેરબજાર : સેન્સેક્સ 145 પોઈન્ટ ઉપર, નિફ્ટી 18300 ને પાર

શેરબજાર : સેન્સેક્સ 145 પોઈન્ટ ઉપર, નિફ્ટી 18300 ને પાર

- Advertisement -

ભારતીય શેરબજાર ગુરુવારે સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે શરૂઆત થઈ છે. વૈશ્વિક બજારમાં ચાલી રહેલી તેજી સ્થાનિક રોકાણકારોને આજે ખરીદી કરવા પ્રોત્સાહિત કર્યા છે અને હકારાત્મક સેન્ટિમેન્ટ જળવાઈ રહ્શયું છે. આ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનને બાદ કરતાં બાકીના બંને દિવસોમાં બજાર તેજી સાથે બંધ થયું હતું.

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 61510.58ની સામે 145.42 પોઈન્ટ વધીને 61656.00 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18267.25ની સામે 58.85 પોઈન્ટ વધીને 18326.1 પર ખુલ્યો હતો. માર્કેટમાં આજના ટ્રેડિંગ સેશનમાં મેટલ્સ સિવાય તમામ સેક્ટરના શેરમાં તેજીથી કારોબાર થઈ રહ્યો છે. બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, ઈન્ફ્રા, એફએમસીજી, એનર્જી સેક્ટરના શેર ઝડપથી કારોબાર કરી રહ્યા છે. સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 39 શેરોમાં તેજી સાથે જ્યારે 11 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરો વધારા સાથે અને 3 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

આજે હેવીવેઇટ શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 27 શેરો લીલા નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં M&M, LT, INDUSINDBK, BAJFINANCE, HUL, DRREDY, HDFC, HCLનો સમાવેશ થાય છે. જ્યારે એરટેલ, ટાટા સ્ટીલ ટોપ લુઝર છે. અગાઉના સત્રમાં પણ સેન્સેક્સ 92 પોઈન્ટના વધારા સાથે 61,511 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 23 પોઈન્ટના ઉછાળા સાથે 18,267 પર બંધ રહ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular