ભારતીય શેરબજાર સહિત આજે એશિયાના તમામ બજારો પર દબાણ જોવા મળી રહ્યું છે. ચીનમાં કોવિડ-19ના વધતા જતા કેસોને કારણે ફરીથી લોકડાઉનની સ્થિતિ છે, જેના કારણે શાંઘાઈ કમ્પોઝિટ સહિત એશિયાના તમામ શેરબજારોના ધબકારા વધી ગયા છે. આજે, તેની અસર ભારતીય રોકાણકારોના સેન્ટિમેન્ટ પર જોવા મળશે અને પ્રારંભિક ટ્રેડિંગમાં જ વેચાણને વેગ મળશે.આજે બીએસઈનો સેન્સેક્સ શુક્રવારના 61663.48ની સામે 207.15 પોઈન્ટ ઘટીને 61456.33 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી શુક્રવારના 18307.65ની સામે 61.25 પોઈન્ટ ઘટીને 18246.4 પર ખુલ્યો હતો.
આજે બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે. સૌથી વધુ ઘટાડો IT શેરોમાં જોવા મળી રહ્યો છે. બેન્ક, ફાઈનાન્શિયલ, મેટલ, ઓટો અને ફાર્મા સહિતના તમામ મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. અગાઉના ટ્રેડિંગ સેશનમાં પણ સેન્સેક્સ 87 પોઈન્ટ ઘટીને 61,663 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 36 પોઈન્ટ ઘટીને 18,308 પર પહોંચ્યો હતો. બ્રેન્ટ ક્રૂડમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ 87 ડોલર પ્રતિ બેરલ પર છે. તે જ સમયે, અમેરિકન ક્રૂડ પ્રતિ બેરલ $ 80 પર છે. જ્યારે યુએસમાં 10-વર્ષના બોન્ડની યીલ્ડ 3.799 ટકા છે.