શોપિંગ ફેસ્ટિવલની નિષ્ફળતા વચ્ચે AMCનું બે દિવસ ઓટો શોનું આયોજન

0
26

અમદાવાદ: રિવરફ્રન્ટ પર યોજાયેલા શોપિંગ ફેસ્ટિવલને એક તરફ લોકો તરફથી નબળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે હવે 27 અને 28 જાન્યુઆરીએ ઓટો એક્સપો શો નું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 12થી રાતે 12 વાગ્યા સુધી બે દિવસ માટે આ ઓટો શો ચાલુ રહેશે. આ ઓટો એક્ઝિબિશનમાં વિન્ટેજ કાર પણ મુકવામાં આવશે. ગુજરાતના 3000 જેટલાં નાના મોટા વેપારીઓ આ એક્ઝિબિશનની મુલાકાત લેશે.

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, એક અઠવાડિયામાં શોપિંગ ફેસ્ટિવલમાં અંદાજે 100 કરોડનું વેચાણ વેપારીઓએ કર્યું છે. જેમાં રૂ. 400થી નીચેની કિંમતની વસ્તુ ખરીદનારની સંખ્યા વધુ છે. 500 રૂપિયાથી વધુ કિંમતની ખરીદી કરનારનું વેચાણ 35 કરોડનું થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here