શોપિયામાં એન્કાઉન્ટરમાં સેનાએ જૈશના 2 આતંકીઓને ઠાર કર્યા, સર્ચ ઓપરેશન ચાલુ

0
16

નગર: પુલવામાના આતંકી હુમલાના 13માં દિવસે ભારત તરફથી એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને જેના કારણે પાકિસ્તાન ખૂબ ગભરાયેલું છે. ગભરાયેલા પાકિસ્તાન એલઓસી પર સતત ફાયરિંગ કરી રહ્યું છે. બાલાકોટમાં એર સ્ટ્રાઈકના એક દિવસ પછી જ બુધવારે સવારે કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. આ એન્કાઉન્ટરમાં સેનાએ જૈશ-એ-મોહમ્મદના 2 આંતકીઓને ઠાર કરી દીધા છે. અહીં એક મકાનમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની શંકા છે. આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની શંકાથી સેનાની 23મી પેરામિલિટ્રી ફોર્સ, સીઆરપીએફ અને એસઓજીએ સંયુક્ત અભિયાન શરૂ કર્યું.

ઈન્ટરનેટ સેવા બંધ

દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના મામંડરમાં સેના અને આતંકીઓ વચ્ચે સતત ફાયરિગં કરવામાં આવી રહ્યું છે. 2-3 આતંકીઓએ આ વિસ્તારના મામંડરના એક ઘર પર કબજો જમાવીને ત્યાં છુપાયેલા છે. એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખીને અહીંની ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. હાલ ફાયરિંગ રોકાઈ ગયું છે અને અહીં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

એલઓસી પાસેની સ્કૂલોમાં રજા જાહેર કરાઈ

જમ્મુ-કાશ્મીરના શોપિયાના મામંડરમાં આતંકીઓ સાથે સીઆરપીએફ, સેના અને રાજ્ય પોલીસે આજે સવારે 4.20 વાગ્યાથી એન્કાઉન્ટર શરૂ કરી દીધું છે. સીમા પર વધતા તણાવને ધ્યાનમાં રાખીને પુંછ અને રાજૌરીમાં લાઈન ઓફ કંટ્રોલથી 5 કિમી દૂર સુધીના વિસ્તારમાં આવતી દરેક સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં સીમા પારથી ગમે ત્યારે ફાયરિંગ થઈ રહ્યું છે. મંજકોટ પુંછ, નૌશેરા, રાજૌરી, અખનૂર અને સ્યાલકોટ વિસ્તારોમાં સીમાપારથી ફાયરિંગ અને મોર્ટાર છોડવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here