Saturday, February 24, 2024
Homeદેશશ્રદ્ધા મર્ડર કેસ : આજે આરોપી આફતાબનો નાર્કો ટેસ્ટ થશે

શ્રદ્ધા મર્ડર કેસ : આજે આરોપી આફતાબનો નાર્કો ટેસ્ટ થશે

- Advertisement -

દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસમાં આજે આરોપી આફતાબ પૂનાવાલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. અગાઉ આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. દિલ્હી પોલીસે આ મામલાની તપાસ માટે SITની પણ રચના કરી છે. બીજી તરફ આફતાબના નિવેદનો અને અત્યાર સુધી કરવામાં આવેલી તપાસના આધારે છતરપુર અને ગુરુગ્રામના જંગલોમાં ફરીથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે જેથી મૃતદેહના ટુકડા અથવા અન્ય પુરાવા મળી શકે.

29 નવેમ્બરે દિલ્હીની એક કોર્ટે રોહિણી સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSC)માં આફતાબ અમીન પૂનાવાલાના નાર્કો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી હતી. પૂનાવાલાના વકીલ અવિનાશ કુમારે જણાવ્યું હતું કે, પોલીસે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ આરોપીને રોહિણી સ્થિત લેબોરેટરીમાં લઈ જવાની પરવાનગીની વિનંતી કરી હતી જેને કોર્ટે સ્વીકારી હતી.

પૂનાવાલાને લઈ જઈ રહેલી એક પોલીસ વાન પર સોમવારે કેટલાક સશસ્ત્ર માણસો દ્વારા FSL બહાર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાંથી કેટલાકની ઘટના સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાને જોતા લેબોરેટરી પાસે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.પૂનાવાલાને સોમવારે પોલીગ્રાફ ટેસ્ટ માટે FSLમાં લઈ જવામાં આવ્યા હતો તે સમયે જ તેના પર હુમલો થયો હતો.

પોલીગ્રાફ ટેસ્ટમાં આફતાબ પૂનાવાલાએ ગુનો કબૂલી લીધો છે. સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંગળવારે અનેક સેશન બાદ પોલીગ્રાફ ટેસ્ટ પુરો થયો હતો. આરોપીએ શ્રદ્ધા વાલકરની હત્યા અને તેના શરીરના ટુકડા કરી ઘણા વિસ્તારોમાં ફેંકી દીધાની કબૂલાત કરી છે. 28 વર્ષીય આફતાબ પૂનાવાલા પર તેની ‘લિવ-ઈન પાર્ટનર’ શ્રદ્ધા વાલકરની હત્યા અને તેના શરીરના 35 ટુકડા કરવાનો આરોપ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular