શ્રીલંકાની મહિલાઓને બોલાવીને સબરીમાલા મંદિરની પવિત્રતાનો ભંગ કરવામાં આવ્યો- ભાગવત

0
51

પ્રયાગરાજ:  રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવતે ગુરૂવારે વિએચપીની ધર્મસંસદમા ભાગ લીધો હતો. સબરીમાલા મંદિરમાં હિન્દુઓની આસ્થા પર થયેલા હુમલા અંગે ટીકા કરતા મોહન ભાગવતે જણાવ્યુ હતુ કે સુપ્રીમ કોર્ટે મહિલાઓના પ્રવેશ અંગે આદેશ આપવા બાબતે કરોડો હિન્દુઓના લાગણી, આસ્થા અને શ્રદ્ધાને પણ ધ્યાનમાં રાખવા જોઇતા હતા. વધુમાં ભાગવતે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ ભારતીય મહિલાઓ મંદિરમાં પ્રવેશ માટે તૈયાર નહોતી પરંતુ રાજ્ય સરકારે શ્રીલંકા જેવા દેશની મહિલાઓને બોલાવીને તેમનો અયપ્પા મંદિરના પાછલા દરવાજે પ્રવેશ કરાવ્ચો હતો.

કેરળનો હિન્દુ આંદોલન કરી રહ્યો છે

મોહન ભાગવતે ધર્મસંસદમાં જણાવ્યુ કે સબરીમાલા મંદિર વિષે સુપ્રીમકોર્ટે ફેંસલો આપતા કહયું કે જો નાની વયની મહિલાઓ પ્રવેશ મેળવવા માગે છે તો તેઓ જઇ શકે છે પરંતુ હકીકતમાં નાની વયની હિન્દુ મહિલાઓ અયપ્પા મંદિરમાં પ્રવેશ કરવા માગતી જ નથી. કેરળનો હિન્દુ સમાજ આ મામલાને લઇને પ્રખર આંદોલન કરી રહ્યો છે. હજી સુધી કુલ 5 લોકોએ બલિદાન આપ્યા છે. હિન્દુ સમાજને ઠેસ પહોંચાડવા નવી નવી યોજનાઓ બની રહી છે.

ભગવાન અયપ્પા બધા હિન્દુઓના ભગવાન છે

ભાગવતે જણાવ્યું કે અયપ્પા ફક્ત કેરળના હિન્દુઓના જ ભગવાન નથી પરંતુ સમગ્ર હિન્દુ જાતિના ભગવાન છે. સમગ્ર દેશમાં આ મામલે આપણે જાગૃતિ લાવવી પડશે. હિન્દુઓના વિરૂધ્ધમાં ષડયંત્ર ચાલી રહ્યુ છે. હિન્દુ સમાજમાં જે મોટા પાયે વિભાજન જોવા મળે છે, એ નબળાઇઓને હટાવીને સામાજિક સમરસતાનું કાર્ય થવુ જોઇએ.

કેરળ સરકારનો દાવો, 51 નાની વયની મહિલાઓને મંદિર પ્રવેશ કરાવ્યો

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2018મા સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓ પ્રવેશી શકે, એવો ફેંસલો સંભળાવ્યો હતો. સુપ્રીમકોર્ટના આ નિર્ણય વિરૂધ્ધમાં સમગ્ર કેરળમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. 2 જાન્યુઆરી,2019મા 2 મહિલાઓએ પહેલી વખત મંદિરમા પ્રવેશ કર્યો હતો. પોલીસ સુરક્ષા હેઠળ આ બંને મહિલાઓને મંદિર પ્રવેશ કરાવાયો હતો. આ ઘટના બાદ સુપ્રીમકોર્ટમાં કેરળની સરકારે સોગંદનામુ દાખલ કરીને જણાવ્યુ કે અયપ્પા મંદિરમાં કોર્ટના ફૈંસલો આવ્યા બાદ 10 થી 50 વચ્ચેની વયની કુલ 51 મહિલાઓએ પ્રવેશ કર્યો હતો. મોહન ભાગવતે તેમના વક્તવ્યમાં જણાવ્યુ કે દેશની ભવ્ય હિન્દુ સંસ્કૃતિ જોવી હોય તો કુંભનગરીની મુલાકાત ચોક્કસ લેવી જોઇએ

સીએમ યોગીએ મોહન ભાગવતની મુલાકાત કરી

ગુરૂવારે યોગી આદિત્યનાથે પણ પ્રયાગરાજની મુલાકાત લીધી હતી. અત્રેના સંઘની શિબિરમાં યોગીએ આરએસએસના પ્રમુખ મોહન ભાગવતની એક કલાકથી પણ વધુ સમય મુલાકાત લીધી હતી. યોગીએ બુધવારે પુરી થયેલી પરમધર્મ સંસદના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીના ધર્માદેશના બાબતે પણ મોહન ભાગવત સાથે ચર્ચા કરી હતી. યોગીએ ધર્મસંસદમાં આવેલા સંતો જોડે પણ ચર્ચા કરી હતી અને પ્રમુખ સંતોને મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here