Tuesday, September 21, 2021
Homeશ્રીલંકા : ઘરમાં ખોદકામ દરમિયાન મળ્યો દુલર્ભ કિંમતી પથ્થર નીલમ
Array

શ્રીલંકા : ઘરમાં ખોદકામ દરમિયાન મળ્યો દુલર્ભ કિંમતી પથ્થર નીલમ

કહેવાય છે ને કિસ્મત ક્યારે પલટાઈ જાય, કઈ કહી શકાય નહીં. જરા વિચારો, જો તમને તમારા ઘરનાં આંગણામાં સૌથી મોટો નીલમ મળે તો. આવું જ કંઈક શ્રીલંકાના કોલંબોમાં એક વ્યક્તિની સાથે થયું. ઘરમાં કૂવો ખોદતા સમયે મજૂરોને એવો કિંમતી નીલમ મળ્યો, કે તેની કિસ્મત રાતો રાત બદલાઈ ગઈ. 510 કિલોના વજનના આ નીલમની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં લગભગ 10 કરોડ ડોલર છે.

શ્રીલંકાના નેશનલ જેમ એન્ડ જ્વેલરી ઓથોરિટી (NGJA)ના જણાવ્યા પ્રમાણે, વિદેશી દેશો દ્વારા 510 કિલોગ્રામ પથ્થરની ખરીદી માટે બોલી લગાવવામાં આવી રહી છે. બહુમુલ્ય પથ્થરોનો વેપાર કરનાર એક વેપારીએ જણાવ્યું કે, નીલમ પથ્થર ઘરની પાછળ કૂવાનું ખોદકામ દરમિયાન અચાનક મળી આવ્યો.

આ પથ્થર રત્નાપુરા શહેરમાં જોવા મળ્યો છે. આ શ્રીલંકાની જેમ સિટી કહેવાય છે. અહીં પહેલા પણ બહુમુલ્ય પથ્થરો જોવા મળ્યા છે. ખોદકામ દરમિયાન મળેલા આ નીલમ પથ્થરને સેરન્ડિપિટી સફાયર નામ આપવામાં આવ્યું છે.

24 લાખ કેરેટનો આ પથ્થર છે
25 લાખ કેરેટના આ પથ્થરના માલિક ડૉ. ગમાગે જણાવ્યું કે, જે વ્યક્તિ તેમના ત્યાં કામ કરતો હતો તેને ખોદકામ દરમિયાન જમીન નીચે કઈક કિમતી પથ્થર દબાયેલો હોવાની જાણકારી આપી હતી. ત્યારબાદ તેમની ટીમ આ ખજાનાને કાઢવામાં સફળ રહી. તેમને જણાવ્યું કે, આ પથ્થરને સાફ કરીને અને તેની ગંદકી હટાવવામાં એક વર્ષનો સમય લાગશે. ત્યારબાદ જ તેનું વિશ્લેષ્ણ કરીને તેનું રજિસ્ટ્રેશન થઈ શકશે. ડૉ ગમાગેએ જણાવ્યું કે, પથ્થરની સફાઈ દરમિયાન તેમાંથી નીલમના કેટલાક ટુકડા અલગ થઈને પડ્યા હતા. આ દરમિયાન તેનું વિશ્લેષ્ણ કરવામાં આવ્યું તો જાણી શકાયું કે તે ઉચ્ચ શ્રેણીનો બહુમૂલ્યવાન પથ્થર છે.

આ નીલમ 100 સેમી લાંબો, 72 સેમી પહોળો છે
NGJAના પ્રતિનિધિએ જણાવ્યું કે, આ એક ખાસ નીલમ છે, જે કદાચ દુનિયાનો સૌથી મોટો છે. આ નીલમ 100 સેમી લાંબો, 72 સેમી પહોળો, અને 50 સેમી ઊંચો છે. શ્રીલંકા વિશ્વમાં નીલમ પથ્થર અને અન્ય કિંમતી હીરાનો મોટો નિકાસ કર્તા દેશ છે.અહીં સમુદ્ર ક્ષેત્રમાં મળી આવતા મૂંગા પણ ઉત્તમ ગુણવત્તા વાળા હોય છે. ટુરિઝમ ઉપરાંત આ દેશની ઈકોનોમીમાં કિંમતી સ્ટોનના કારોબારનું પણ મહત્વનું સ્થાન છે.

સુરક્ષાના કારણોસર પોતાનું આખું નામ અને સરનામું ન જણાવતા આ નીલમના માલિક ડૉ. ગમાગે પોતાને પણ બહુમુલ્ય પથ્થરોનો વેપાર કરે છે. ઘરના કૂવામાંથી આ પથ્થર મળી આવ્યો ત્યારબાદ તેને પ્રશાસનને આ વિશે જાણકારી આપી.

NGJAએ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ પથ્થરના માલિક ડૉ. ગમાગે છે, કેમ કે, તેમની સંપત્તિમાંથી તે નીકળ્યો છે. જો કે, આ પથ્થરને અત્યારે સુરક્ષાના કારણે બેંક ઓફ સીલોનમાં એક તિજોરીમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments