શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ હાલાર વિભાગ મોટી ના સમૂહ લગ્ન સમિતિ દ્વારા અંબાડા મુકામે ૩૨ મો સમુહ લગ્ન નું આયોજન,

0
127

 

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ હાલાર વિભાગ મોટી ના સમૂહ લગ્ન સમિતિ દ્વારા અંબાડા મુકામે ૩૨ મો સમુહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 26 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડયાં.

 

 

 

ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ હાલાર વિભાગ માટેના દ્વારા ૩૨ વર્ષ થયા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે લગ્ન એ સમાજ વ્યવસ્થાનો પાયો છે લગ્ન એટલે જોડાણ મિલન. બે આત્મા તથા બે કુટુંબનું દરેક કુટુંબે એ સમાજનું આ વિભાજન અંગ છે સમાજ ઉત્થાન માટે હાલાર વિભાગ મોટી નાત દ્વારા દર વખતની જેમ કરવામાં આવતું કાર્ય એટલે સમૂહ લગ્ન સમાજના પૂર્વ વડવાઓ એ ૩૨ વર્ષ પહેલા પ્રારંભ કરવામાં આવેલ જેને અનુલક્ષીને સમાજના મોભીઓ દ્વારા આજ દિન સુધી આ કાર્યને ચાલુ રાખવામાં આવેલ છે જેમાં દર વર્ષે વૈસાખ સુદ પૂનમના દિવસે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ હાલાર વિભાગ દ્વારા દર વર્ષે અલગ અલગ ગામમાં આ સમૂહ લગ્નને આયોજન કરવામાં આવે છે જેમાં આ વખતે હાલાર વિભાગના અંબાડા ગામ ખાતે આ સમૂહ લગ્નનું આયોજન રાખવામાં આવેલું હતું

બાઈટ : મહામંડલેશ્વર શ્રી નરેન્દ્ર બાપુ

 

 

 

આ શુભ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે મહામંડલેશ્વર શ્રી નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજબાપુ મહંત શ્રી આપાગીગા નો ઓટલો ધારાસભ્યશ્રી પ્રવીણ ભાઇ મુછડિયા રાઘવજીભાઈ પટેલ સમૂહલગ્નમાં સમાજના આગેવાનો સંતો મહંતો અને સમાજના મોભીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ : રાઘવજીભાઈ પટેલ

 

 

 

આ ૩૨ મો સમુહ લગ્નમાં 26 નવ-દમ્પતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જેમાં દર વખતની જેમ કરિયાવર માં તમામ વસ્તુઓ ઘર સંચાલન ચલાવવા માટે પૂરી પાડવામાં આવતું હતી જેમાં કબાટ બ્લેંડર મશીન જેવી અનેક વસ્તુઓ આપવામાં આવી હતી આ સમૂહ લગ્ન અગાઉ પણ અનેક ગામોમાં આયોજન કરવામાં આવેલા જેમાં જીવાપર જોડીયા રણજીતપર કોઠારીયા પાડાબેકર જામવંથલી જેવા અલગ અલગ ગામોમાં રાખવામાં આવે છે ત્યારે હજારોની સંખ્યામાં સમાજના ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા

બાઈટ : RVJIBHAI

 

 

 

પ્રમુખ છગનભાઇ રાઠોડે જણાવ્યું હતું કે આ જ સમૂહ લગ્નનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને સમુ લગન માં તમામ લોકોને પૂરતી સુવિધા મળી રહે તે માટે પણ એક વર્ષ પહેલા તૈયારીઓ કરી લેવામાં આવે છે જેથી સમૂહ લગ્નના દિવસે કોઇપણ જાતની લોકોને પરિસ્થિતિ ભોગવવી ન પડે આ કાર્યને હર હંમેશ માટે દિનપ્રતિદિન આગળ તવિજ અમારાં સવ કાર્ય કરતા ની લાગણી છૈ.

મહામંડલેશ્વર શ્રી નરેન્દ્ર બાપુએ જણાવેલું કે સમાજના મધ્યમ લોકો સમૂલગ્ન નો લાભ લેતા હોય છે પરંતુ આ સમૂહ લગ્ન નો લાભ લેનારાઓ સમૂહલગ્નમાં નામ પણ લખાવે છે અને પર્યાપ્ત મા બીજા ખોટા ખર્ચાઓ પણ કરે છે જેથી મારા સમાજના તમામ લોકોને જણાવ્યું કે સમુહલગ્નનો પણ એક નિયમ હોય છે જે ગરીબ લોકોને મદદરૂપ થવા માટે થઈને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે નહીં કે કોઈ લોકો પોતાના અંગત હિત માટે થઈને સમૂહ લગ્નનો લાભ લઈએ જેથી કરીને આપ સૌને મારી એક ટકોર છે કે આવતા દિવસોમાં આવા ખોટા ખર્ચા ન કરો અને એજ્યુકેશન માટે થઈને આગળ વધો અને જેમાં ખર્ચો કરો તેવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે જેથી કરી આપણા આવનારી પેઢીનું ભવિષ્ય પણ ઊજળું બને અને પર્યાપ્ત માત્રામાં એજ્યુકેશન પ્રાપ્ત થાય.

કેમેરામેન ઘીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, CN24NEWS, RAJKOT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here