Friday, December 3, 2021
Homeસંગીતકાર ઉસ્તાદ ફૈયાઝ ખાનની આજે જન્મ જયંતિ, વિદ્યાર્થીઓએ મઝાર પર ચાદર ચઢાવી
Array

સંગીતકાર ઉસ્તાદ ફૈયાઝ ખાનની આજે જન્મ જયંતિ, વિદ્યાર્થીઓએ મઝાર પર ચાદર ચઢાવી

વડોદરાઃ શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડના દરબારના 9 રત્નો પૈકીના એક રાજ્ય ગાયક સ્વ. ઉસ્તાદ ફૈયાઝ ખાનનો આજે 136મી જન્મ જયંતિ છે. સ્વ. ઉસ્તાદ ફૈયાઝ ખાનએ સર સયાજીરાવ ગાયકવાડ પાસે દરબારમાં મુખ્ય સંગીતકાર હતા. તેમના જન્મ દિવસે આજે વડોદરાના ખાસવાડી સ્મશાન પાસે આવેલી તેમની મઝાર પર એમ.એસ.યુનિવિર્સિટીની પર્ફોમિંગ આર્ટસ ફેકલ્ટીની વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ચાદર ચઢાવી હતી.

4 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દીધા બાદ ઉત્સાદ ફૈયાઝ ખાન મોસાળમાં આવ્યા હતા. જ્યાં તેઓએ સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. ફૈયાઝ ખાન સાહેબે ભારતીય સંગીતની મુખ્ય 5 પદ્ધતિઓ દ્રુપદ, ખયાલ, ટપ્પા, ઠુમરી અને ગઝલમાં અનોખી સિદ્ધી મેળવી હતી. ફૈયાઝ ખાનની ચોમેર પ્રસરેલી સિદ્ધીઓથી પ્રભાવિત થઇને ઇ.સ.1912માં વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે પોતાના દરબારમાં મુખ્ય સંગીતકાર તથા રાજ્યની સંગીતની વિદ્યાપીઠના પ્રાધ્યાપક તરીકે જોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું. સર સયાજીરાવ ગાયકવાડે પગાર માટે પૂછતા તેઓએ માસિક રૂપિયા 100થી ઓછી એક પાઇ નહીં લઉં તેમ જણાવ્યું હતું. તે સમયે ભલ ભલા ઉસ્તાદો રૂપિયા 40-50માં રાજી થઇ જતા હતા.

સર સયાજીરાવ ગાયકવાડે ઉસ્તાદ ફૈયાઝ ખાનની સિદ્ધીઓને જોઇને રૂપિયા 100 પગાર મંજૂર કર્યો હતો. એટલું જ નહીં તેમને બહારના કાર્યક્રમો કરવાની પણ છુટ આપી હતી. ગ્રામોફોન રેકોર્ડ દ્વારા વહેતો થયેલો તેમનો અવાજ ભારતીય સંગીતની સાચી ઓળખ કરાવવા લાગ્યો હતો. ત્યારથી તેઓએ જીવનના અંત સુધી વડોદરાને પોતાની કર્મભૂમી બનાવી હતી.

વડોદરાની સંગીત વિદ્યાપીઠમાં એમની પાસે અનેક વિદ્યાર્થીઓ તૈયાર થયા હતા. તે ઉપરાંત બીજા સંગીતજ્ઞો પણ એમની પાસે શિખવા માટે આવતા હતા. જેમાંથી કલકત્તાના આલા હુસેન, દિલીપચંદ્ર વેદી, લતાફત હુસેન, સ્મામી વલ્લભદાસ, લખનૌ મોરીસ કોલેજ ઓફ મ્યુઝીકના પ્રિન્સીપાલ રતંજકર, ભીષ્મદેવ ચેટરજી, આગ્રાની મલ્કાજાન અને કુંદનલાલ સાયગલ વગેરેનો સમાવેશ થતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments