સંજય લીલા ભણસાલીની વેશ્યા આધારિત ફિલ્મમાં દિપીકા અને પ્રિયંકા રોલ ભજવી શકે

0
71

સંજય લીલા ભણસાલીની છેલ્લી ફિલ્મ ‘પદ્માવત’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પછી તે પોતાના અન્ય પ્રોજેક્ટ ‘હીરા મંડી’ માં વ્યસ્ત છે. આ ફિલ્મ ગંગુબાઈ કોઠેવાલીના જીવન પર આધારિત હશે, જેને કામઠીપુરાની મેડમ પણ કહેવામાં આવે છે. ગંગુબાઈ કામઠીપુરામાં ઘણા વેશ્યાલય ચલાવવા માટે ઓળખાતા હતા. હાલની જાણકારી પ્રમાણે ભણસાલીએ આ ફિલ્મ માટે પોતાની ફેવરિટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાને લેવાનું વિચાર્યું છે.

જે ગંગુબાઈ કોઠાવાળીના જીવન પર આ ફિલ્મ આધારિત હશે એને કમાઠીપુરાણી મેડમ પણ કહેવામાં આવતી. એ વૈશ્યાલય ચલાવવા સાથે સાથે સેક્સવર્કર્સના પક્ષમાં કામ કરવા માટે અને એમના અધિકારોની હિમાકત કરવા માટે પણ જાણીતી હતી. એણે તત્કાલીન પીએમ જવાહરલાલ નહેરુ સાથે મુલાકાત કરી હતી અને સેક્સ વર્કર્સની સમસ્યાઓ પર ચર્ચા પણ કરી હતી.

હીરામંડી એ જગ્યાને કહે છે જ્યાં ગંગુબાઈ રહેતી હતી. આ જગ્યા આજે પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર છે. ત્યાં ગંગુબાઈની પૂજા કરવામાં આવે છે, કારણકે તે પોતાના સાથી સેક્સ વર્કર્સનું ઘણું ધ્યાન રાખતી હતી. સૂત્રો અનુસાર, ‘ફિલ્મમાં બે સમાંતર ફિમેલ પાત્ર લીડમાં હશે. તેના માટે ભણસાલી દીપિકા અને પ્રિયંકાના નામ પર વિચાર કરી રહ્યા છે. બંને આ પહેલા ભણસાલીની જ ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ સાથે કરી ચુકી છે. અત્યારે, ભણસાલી ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. અત્યાર સુધી તેમણે ફાઇનલ નથી કર્યું કે, ફિલ્મમાં ગંગુબાઈનું આઇકોનિક પાત્ર કોણ ભજવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here