સંજય લીલા ભણસાલી ભાણી શરમીન સહગલ અને જાવેદ જાફરીના દીકરા મિઝાનને ‘મલાલ’ ફિલ્મથી લોન્ચ કરશે

0
24

બોલિવૂડ ડેસ્ક: સંજય લીલા ભણસાલી પોતાની આગામી ફિલ્મ ‘મલાલ’થી ઇન્ડસ્ટ્રીમાં બે નવા ચહેરા લોન્ચ કરશે. આ ફિલ્મથી તે પોતાની બહેન બેલા સેહગલની દીકરી શરમીન સહગલની સાથે એક્ટર જાવેદ જાફરીના દીકરા મિઝાન જાફરીને કાસ્ટ કરી રહ્યા છે. ‘મલાલ’ ફિલ્મનું ટ્રેલર 18 મેના રોજ રિલીઝ થશે. મહત્ત્વની વાત એ છે કે, આ ફિલ્મને સંજય લીલા ભણસાલી ડિરેક્ટ નથી કરવાના પરંતુ, મંગેશ હડાવલે ડિરેક્ટ કરવાના છે. મંગેશ હડાવલેએ ગયા વર્ષે આવેલી વડાપ્રધાન મોદી પર આધારિત ફિલ્મ ‘ચલો જીતે હૈં’ ડિરેક્ટ કરી હતી. ‘મલાલ’ ફિલ્મને સંજય લીલા ભણસાલી ટી સિરીઝ સાથે પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

ભણસાલી પ્રોડક્શન્સના સીઈઓ પ્રેરણા સિંહે અગાઉ જણાવ્યું હતું કે, બેનરે શરમીનને ત્રણ ફિલ્મો માટે સાઈન કરી છે. ઉલ્લેખનીય છે કે, સંજય લીલા ભણસાલીએ પોતે શરમીનને કેમેરા ફેસ કરવાની ટ્રેનિંગ આપી છે. મિઝાને અગાઉ ભણસાલી સાથે ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. અગાઉ સોનમ કપૂર અને રણબીર કપૂર જેવા સ્ટાર કિડ્સને પણ ભણસાલીએ લોન્ચ કર્યા છે જે તેમની સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here