Sunday, November 28, 2021
Homeસંતરામપુરમાં ગુપ્તાંગ પાસે ચપ્પુ મારીને પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી
Array

સંતરામપુરમાં ગુપ્તાંગ પાસે ચપ્પુ મારીને પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી

સંતરામપુર: સંતરામપુરના વેણા ગામે આડા સંબંઘે યુવાનને નગ્ન કરીને તેના ગુપ્તાંગના ભાગે તીક્ષ્ણ હથિયાર મારીને લાશ રોડ ઉપર ફેકી દીધી હતી. સંતરામપુર પોલીસ સ્ટેશનમાં  હત્યાની ફરિયાદ નોધાતાં પોલીસે આડા સંબઘે પતિ-પત્નીએ કરી હોવાનું પુરવાર થતાં પોલીસે પતિ-પત્નીની ધરપકડ કરીને જેલના સળીયા પાછળ ધકેલી દીઘા હતા.

સેલોતના રાયસીંગ મનસુખભાઇ કટારાની બહેનના લગ્ન વેણા ગામે થયા હતા. રાયસીંગે લગ્ન કરેલાના હોવાથી અવાન નવાર પોતાની બહેનના વેણા ગામે જતો હતો. બહેનના ઘરની પાસે રહેતી રમીલા નાયકા સાથે આંખ મળી જતા તેને પ્રેમ સંબંઘ થઇ ગયો હતો. રાયસીંગ અવાર નવાર બહેનને ઘરે જાવુ છું તેમ કહીને પ્રેમિકાને મળવા જતો હતો. શુકવારે રાયસીંગ વેણા ગામે બહેનને ઘરે ગયો હતો. વહેલી સવારે રાયસીંગની લાશ વેણા ગામે રોડ ઉપર મળી આવતાં રાયસીંગના ભાઇએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પ્રેમ સંબઘે તેના ભાઇની હત્યા કરી હોવાની ફરીયાદ નોંધાવી હતી. રમીલાબેન અને રાયસીંગના પ્રેમ સંબંધની રમીલાના પતિ રમેશને 10 દિવસ અગાઉ જાણ થતાં પતિ પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આખરે પતિ-પત્નીએ ભેગા મળી રાયસીંગની હત્યા કરવાનો પ્લાન ઘડયો હતો.

હત્યાનો ભોગ બનેલ રાયસીંગ સાથે અઠવાડીયા પહેલાં પત્ની સાથે શયનસુખ માણતાં પતિ રમેશ જોઇ જતાં પ્રેમ સંબઘનો ફાડો ફુટયો હતો. પત્નીને વશમાં કરીને પતિએ રાયસીંગને મારી નાખવાનુ઼ કાવત્રરૂ રચી ઘરે બોલાવી સેક્સ માણવાની સ્થિતિ પર લાવી પાછળથી રમેશે ચપ્પા વડે હુમલો કર્યો હતો. પીઆઇ કે.ડી.ડીડોંરે તપાસ હાથ ધરતાં પ્રેમ સંબધે હત્યા થયું હોવાનું બહાર આવતાં પોલીસે રમીલા તથા રમેશ નાયકાની પુછપરછ કરતાં હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.પોલીસે હત્યાના ગુનામાં રમેશ નાયકા તથા રમીલા નાયકાની ધરપકડ કરી હતી.

રમીલાના ઘરમાં નગ્ન રાયસીંગ અને રમેશ વચ્ચે તકરાર થતાં ચપ્પુ મારતાં રાયસીગ લોહી લોહીલુહાણ હાલતમાં બહાર દોડતાં રસ્તો લોહીથી લથપથ થઇ ગયો હતો. રમેશ પર ઝનુન સવાર થઇ જતાં તેણે રાયસીંગના ગુપ્તતાંગના ભાગે ચપ્પાંના ઘા મારીને હત્યા કરી નાખી હતી.હત્યા સ્થળે પોલીસે લોહીના ડાઘ ની તપાસ કરતાં રમેશના ઘર સુઘી લોહીના ડાઘ મળી આવતાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments