Friday, December 3, 2021
Homeસંતરામપુર-કડાણાના 25 કિ.મી.ના વિસ્તારમાં વાઘ આંટા ફેરા કરે છે, આજે રાત્રે ફરી...
Array

સંતરામપુર-કડાણાના 25 કિ.મી.ના વિસ્તારમાં વાઘ આંટા ફેરા કરે છે, આજે રાત્રે ફરી કેમેરા લગાવાશે

મહીસાગર: મહીસાગર જિલ્લાના જંગલમાં વાઘ હોવાની નાઇટ વિઝન કેમેરાના વીડિયો સાથે આજે ગોધરા વન વિભાગે પુષ્ટિ કરી હતી, ત્યારબાદ વન વિભાગના 200 જેટલા કર્મચારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગત રાત્રે જોવા મળેલો આ વાઘ સંતરામપુર-કડાણા વચ્ચે 25 કિલો મીટરમાં આંટા ફેરા કરે છે. આજે રાત્રે ફરીથી કેમેરા લગાવીને વન વિભાગ વાઘનું લોકેશન જાણવા પ્રયાસ કરશે.

6 ફેબ્રુઆરીએ બોરિયા ગામની પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષકે મહેશ મહેરાએ પોતાના કેમેરામાં વાઘનો ફોટો ક્લિક કર્યો હતો. અને તે ફોટો વાયરલ થયો હતો. ત્યારબાદ ગોધરા વન વિભાગની ટીમના 200 જેટલા કર્મચારીઓએ જંગલમાં વાઘ છે કે, નહીં તે જાણવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગત રાત્રે દરમિયાન વાઘ કેમેરામાં કેદ થયા બાદ આ વાઘ સંતરામપુર અને કડાણાના 25 કિલોમીટરના વિસ્તારમાં ફરે છે તે જાણવા મળ્યું હતું.

ગોધરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રોહિત પટેલે જણાવ્યું હતું કે, મહિસાગર જિલ્લાના જંગલોમાં વાઘને શોધવા માટે નાઇટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યા હતા. અમે લોકોએ આજે સવારે સાડા આઠ વાગ્યે એક પછી એક તમામ કેમેરાઓ અમે ચેક કર્યાં હતા. જેમાં કેટલાક કેમેરામાં દીપડા દેખાયા હતા. પરંતુ એક કેમેરામાં રાત્રે સાડા સાત વાગ્યાની આસપાસ સંતરામપુર પાસે વાઘ દેખાયો હતો. ત્યારબાદ અમે મહીસાગર જિલ્લાના જંગલમાં વાઘ હોવાની પુષ્ટિ કરી હતી. અમે આજે રાત્રે ફરીથી કેમેરા મૂકવાના છીએ. જેથી કરીને વાઘ કયા કયા વિસ્તારોમાં ફરી રહ્યો છે તે જાણી શકાય. ગુજરાતમાં વાઘ છે તે ખુશીની વાત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments