Friday, December 3, 2021
Homeસંતાન ન થતાં એક વાર લગ્ન તૂટ્યા, બીજી વાર પણ તૂટી જશે...
Array

સંતાન ન થતાં એક વાર લગ્ન તૂટ્યા, બીજી વાર પણ તૂટી જશે એ ડરેથી પરિણિતાએ બાળકી ચોરી

સુરત: નવી સિવિલ  હોસ્પિટલમાંથી 25 દિવસની બાળકીનું અપહરણ કરનારા દંપતીને 60 કલાકની મહેનતના અંતે પોલીસે પકડી પાડ્યું છે. બાળકી તંદુરસ્ત હોવાથી પોલીસે નિરાંતનો શ્વાસ લીધો હતો. 21 વર્ષીય પરિણીતાએ પોતાને સંતાન ન હોવાથી અપહરણ કર્યાનું રટણ પોલીસ સમક્ષ  કર્યું છે. પોલીસને આ વાત ગળે ઉતરતી નથી પરિણામે પોલીસે તેની ઊંડાણપૂર્વક પૂછપરછ આદરી છે. આ પરિણીતાનો પતિ અપહરણની ઘટનાથી વાકેફ હોવા છતાં તેને મદદ કરતો રહ્યો હોવાથી પોલીસે તેની પણ ધરપકડ કરી છે.

મંગ‌ળવારે પ્રસૂતિ થઇ છે એવું અપહરકાર પૂજા-દીપકે પાડોશમાં જૂઠાણું ફેલાવ્યું

શ્રમિક દંપતીનો ખુશીનો પાર ન રહ્યો
25 દિવસીય બાળકીનું અપહરણ થયા બાદ આ બાળકીનાં માતા કેતકીબહેન ગૌસ્વામી અને તેના પતિ મનોજભાઇની હાલત ભારે કફોડી થઈ હતી. કેતકીબહેન તો બિમાર પણ પડી ગયા હતા. ત્રણ દિવસ પછી જ્યારે પોતાની બાળકી સાથે માતા-પિતાનું મિલન પોલીસે કરાવ્યું ત્યારે બન્નેની આંખમાં હર્ષાશ્રુ જોવા મળ્યા હતા. આ દંપતી કડોદરામાં રહી મજૂરી કામ કરી પેટિયું રળે છે.
ડિંડોલીની હોસ્પિટલમાં સારવાર કરાવી
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ પૂજા અને દીપકે આ બાળકીની ડિંડોલી વિસ્તારની એક હોસ્પિટલમાં સારવાર પણ કરાવી હતી. જ્યાં તબીબ સમક્ષ બન્નેએ જૂઠાણું ચલાવ્યું હતું કે મંગળવારે પ્રસૂતિ થઈ છે.
રિક્ષાચાલકનું સન્માન કરાશે
રિક્ષાચાલક ઉદયરાજ લલ્લુભાઈ ગુપ્તાએ એક જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવી પોલીસનું સામે ચાલીને ધ્યાન દોર્યું. જેના કારણે એક બાળકી મોતના મુખમાંથી ઉગરી શકી હતી. રિક્ષાચાલકની આ જાગૃતિની પોલીસે પણ નોંધ લીધી છે અને ટૂંક સમયમાં તેનું સન્માન કરાશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments