Tuesday, October 26, 2021
Homeસંસદમાં આર્થીક આધાર પર અનામતનું બિલ રજૂ, આ તમામ ધર્મને પણ મળશે
Array

સંસદમાં આર્થીક આધાર પર અનામતનું બિલ રજૂ, આ તમામ ધર્મને પણ મળશે

લોકસભા ચૂંટણીના ગણતરીના મહિનાઓ પહેલા કેન્દ્રની મોદી સરકાર દ્વારા ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાની તજવીજ હાથ ધરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને ચૂંટણી પહેલા એક માસ્ટરસ્ટ્રોક માનવામાં આવે છે. આ નિર્ણય પ્રમાણે સરકારી નોકરીઓ અને શિક્ષણના ક્ષેત્રમાં સવર્ણોને આર્થિક આધારે દશ ટકા અનામત આપવામાં આવશે. કેબિનેટની મ્હોર લાગ્યા બાદ આજે તેના માટે બંધારણીય સંશોધન બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. ગરીબો સવર્ણોને દશ ટકા અનામત આપવાનું બિલ કેન્દ્રીય સામાજિક અને ન્યાય અધિકારીતા પ્રધાન થાવરચંદ ગહલોતે લોકસભામાં રજૂ કર્યું છે. આ બિલ પર અનુચ્છેદ-15 અને 16માં સંશોધન માટે બંધારણના 124મા સંશોધન પરના બિલ પર લોકસભામાં બપોરે પાંચ વાગ્યે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે.

ભારતીય જનતા પાર્ટીએ પોતાના સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યું છે. જ્યારે કોંગ્રેસે પહેલા જ પોતાના સાંસદો માટે સોમવાર અને મંગળવારે હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યું હતું. સંસદનું શિયાળુ સત્ર સંપૂર્ણપણે રફાલ યુદ્ધવિમાનના સોદામાં કથિત ગડબડને લઈને હંગામેદાર રહ્યું હતું. હવે શિયાળુ સત્રના આખરી દિવસે સરકાર સામે અનામત સંશોધન બિલને રજૂ કરીને તેને પારીત કરાવવાનો પડકાર છે. હાલ વિપક્ષ સંપૂર્ણપણે આક્રમક છે. સૂત્રોનું માનીએ તો મોદી સરકાર આ બિલને પારીત કરાવવા માટે સત્રને લંબાવવાનો પણ વિચાર કરે તેવી શક્યતા છે. સરકારને બંધારણીય સંશોધન બિલ લાગુ કરવાનું છે.. તો તેને લોકસભા અને રાજ્યસભા બંનેમાં પારીત કરવું જરૂરી છે. લોકસભામાં એનડીએ સરકારની પૂર્ણ બહુમતી છે અને રાજ્યસભામાં વિપક્ષની સ્થિતિ મજબૂત છે. તેવામાં રાજ્યસભામાં સરકારની અગ્નિપરીક્ષા નક્કી માનવામાં આવે છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments