Monday, October 18, 2021
Homeસંસદમાં રાષ્ટ્રપતિ કોવિંદે સરકારની સિદ્ધીઓ ગણાવી, કહ્યું- 4.5 વર્ષમાં ગરીબ-ખેડૂતો માટે ઘણું...
Array

સંસદમાં રાષ્ટ્રપતિ કોવિંદે સરકારની સિદ્ધીઓ ગણાવી, કહ્યું- 4.5 વર્ષમાં ગરીબ-ખેડૂતો માટે ઘણું કામ કર્યું

નવી દિલ્હી: સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત કરવામાં આવી છે. તેમણે તેમના ભાષણમાં કહ્યું કે, મારી સરકારે એક નવા ભારતનું સપનું જોયું છે. વર્ષ 2014માં ચૂંટણી પહેલાં દેશ અનિશ્ચિતતાઓમાંથી પસાર થઈ રહ્યો હતો પરંતુ મારી સરકારે સત્તામાં આવતા જ એક નવા ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. તેમણે ભ્રષ્ટાચાર મુક્ત ભારતનો નિર્ણય કર્યો છે. જ્યાં દરેક ગામમાં ગેસ, દરેકને શિક્ષણ, દરેકને રોજગાર સાથે સરકારે તેમના લક્ષ્યાંકો અને યોજનાઓ નક્કી કરી છે.

મારી સરકારે સાડા ચાર વર્ષમાં કુલ 13 કરોડ ગેસ કનેક્શન આપ્યા- રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, સામાન્ય નાગરિકોની પીડા સમજનાર મારી સરકારે મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપી છે. તે ઉપરાંત યોજનાઓને નવું સ્વરૂપ આપીને અભૂતપૂર્વ કામ કર્યું છે. તેમણે કહ્યું કે, શૌચાલયની સુવિધા ન હોવાથી આપણી દીકરીઓને ગરીમાહીન જીવન જીવવું પડતું હતું પરંતુ હવે 9 કરોડ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમે આ વર્ષે 2 ઓક્ટોબર સુધી દેશને સંપૂર્ણ સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કર્યો છે. ઉજ્જવલા યોજના અંર્તગત6 કરોડથી વધારે ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. દશકાઓના પ્રયત્ન પછી 2014 સુધીમાં દેશમાં 12 કરોડ કનેક્શન હતા પરંતુ સાચા ચાર વર્ષમાં મારી સરકારે કુલ 13 કરોડ પરિવારને ગેસ કનેક્શન આપ્યા છે.

આ સત્રમાં વિપક્ષ હોબાળો કરે તેવી શક્યતા

આ બજેટ સત્રમાં ખૂબ હોબાળો થવાની શક્યતા છે. જ્યારે બીજી બાજુ લોકસભા ચૂંટણી પહેલાં વર્તમાન સરકારનું આ છેલ્લું બજેટ હોવાથી આ બજેટમાં ઘણી લોભાવનારી જાહેરાતો કરવામાં આવે તેવી પણ શક્યતા છે. આ સત્રમાં વિપક્ષ રાફેલ વિમાન સોદો, ખેડૂતો સાથે જોડાયેલા પ્રશ્નો અને બેરોજગારી મામલે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે.

સત્ર શરૂ થતાં પહેલાં વડાપ્રધાને કહ્યું- સબકા સાથ સબકા વિકાસ માટે અમે કટીબદ્ધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ સત્ર પહેલાં સંસદના પરિસરમાં કહ્યું કે, ગૃહની કાર્યવાહી દેશનો દરેક નાગરિક જોતો હોય છે અને તે દરેક સુધી ગૃહની વાત પહોંચે છે. તેમણે કહ્યું કે, ચર્ચાથી ભાગનાર લોકો પ્રત્યે સમાજમાં સ્વાભાવિક નારાજગી પેદા થાય છે. મને આશા છે કે, બજેટ સત્રમાં સંસદના આ સત્રનો સદઉપયોગ થાય અને તાર્કિક ચર્ચા કરી શકાય. તેનાથી ગૃહ અને સરકાર બંનેને લાભ મળશે. પીએમ મોદીએ કહ્યું, સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા માટે ઉત્સુક છે અને અમે સબકા સાથ સબકા વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ.

ટીડીપીના સાંસદ આંધ્રપ્રદેશના વિશેષ રાજ્યની માંગણી સાથે ગાંધી પ્રતિમાની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી બાજુ સંસદીય કાર્યમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ સંસદ ભવન પહોંચી ગયા છે.

કોંગ્રેસે વ્હિપ જાહેર કર્યો

કોંગ્રેસે તેમની પાર્ટીના સાંસદોને શુક્રવારે અને શનિવાર માટે 3 લાઈનનો વ્હિપ જાહેર કર્યો છે. માનવામાં આવે છે કે, કોંગ્રેસ બજેટ સત્રમાં ફરી રાફેલ મુદ્દો ઉઠાવશે. જ્યારે બીજી બાજુ સરકાર બજેટ સત્રમાં ત્રિપલ તલાક અને નાગરિકતા સંશોધન જેવા બિલને તેમના છેલ્લા સત્રમાં પસાર કરાવવાનો પ્રયત્ન કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments