સંસદ : લોકસભામાં આજે ત્રિપલ તલાક બિલ પર ચર્ચા, ભાજપે સાંસદોને વ્હિપ જાહેર કર્યો

0
38

નવી દિલ્હી: લોકસભામાં ગુરુવારે ત્રિપલ તલાક બિલ પર ચર્ચા પછી તેને પસાર કરવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે તેમના સાંસદો માટે વ્હિપ જાહેર કર્યો છે અને ચર્ચા અને દલીલો દરમિયાન તેમને સંસદમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. બિલમાં એક સાથે ત્રણ વાર તલાક બોલીને ડિવોર્સ આપવાને (તલાક-એ-બિદ્દત)ને ગુનો ગણાવવામાં આવ્યો છે અને તે સાથે જ દોષિતને જેલની સજા આપવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

મોદી સરકારના બીજા કાર્યકાળમાં સંસદના પહેલા સત્રમાં 21 જૂને સૌથી પહેલું બિલ ત્રિપલ તલાકનું રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ સહિત અને અન્ય વિપક્ષ પાર્ટીએ આ બિલનો વિરોધ કર્યો હતો, ત્યારપછી વોટિંગ કરવામાં આવ્યું હતું. સરકારે પહેલા કાર્યકાળમાં ત્રિપલ તલાક બિલ લોકસભામાં પાસ કરાવી લીધું હતું પરંતુ રાજ્યસભામાં બહુમતી ન હોવાના કારણે ત્યાં આ બિલ અટક્યું હતું. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, નવા બિલે ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા અધ્યાદેશનું સ્થાન લીધું છે. જાવડેકરે આશા વ્યક્ત કરી છે કે, આ વખતે આ બિલ રાજ્યસભામાં પણ પાસ થઈ જશે.

કોંગ્રેસે મહિલા સશક્તિકરણની બે તક ગુમાવી દીધી, આ બિલ તેમના માટે સારી તક- મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 જૂને બજેટ સત્રમાં ધન્યવાદ પ્રસ્તાવમાં ચર્ચાના જવાબમાં કોંગ્રેસને ત્રિપલ તલાક બિલને સમર્થન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે મહિલા સશક્તિકરણની બે તક પહેલાં જ ગુમાવી દીધી છે. ત્રિપલ તલાક બિલ તેમના માટે ત્રીજી તક છે. 1950ના દશકામાં ‘સમાન નાગરિક સંહિતા’ની તક આવી હતી પરંતુ ત્યારે પણ કોંગ્રેસે ભૂલ કરી અને ‘હિન્દુ કોડ’ બિલ લાવી. તેના 35 વર્ષ પછી શાહબાનો વાળા કેસમાં લૈંગિક સમાનતા સુનિશ્ચિત કરવાનો મોકો આવ્યો હતો. ત્યારે પણ કોંગ્રેસે આ તક ગુમાવી દીધી હતી. પરંતુ હવે ત્રિપલ તલાકને કોઈ ધર્મ કે સંપ્રદાયને જોડીને જોવાની જરૂર નથી.

ત્રિપલ તલાક પર નવું બિલ કેમ લાવવું પડ્યું?
સંસદીય નિયમો પ્રમાણે જે બિલ સીધા રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે, તે લોકસભા ભંગ થવાની સ્થિતિમાં સ્વત: સમાપ્ત નથી થતાં. જે બિલ લોકસભામાં રજૂ કરવામાં આવે છે અને રાજ્ય સભામાં પેન્ડિંગ હોય છે તે નીચલા ગૃહમાં એટલે કે લોકસભા ભંગ થવાની સ્થિતિમાં તેની જાતે જ સમાપ્ત થઈ જાય છે. ત્રિપલ તલાક બિલ સાથે પણ આવું જ થયું હતું અને તે જ કારણે સરકારને નવું બિલ લાવવું પડ્યું હતું.

ફેબ્રુઆરીમાં લોકસભામાં પાસ થઈ ગયું હતું બિલ
લોકસભામાં ત્રિપલ તલાક પર કાયદાકીય પ્રતિબંધવાળું બિલ ફેબ્રુઆરીમાં જ પસાર થઈ ગયું હતું. રાજ્યસભામાં એનડીએ સરકાર પાસે બહુમત નથી તેથી બિલ ત્યાં અટક્યું છે. સરકારે બજેટ સત્રમાં આ બિલ રજૂ કર્યું છે અને આશા રાખે છે કે બંને ગૃહમાં આ બિલ પસાર કરી દેવામાં આવે. અધ્યાદેશને પણ કાયદામાં ત્યારે જ બદલી શકાય જ્યારે સંસદ સત્ર શરૂ થવાના 45 દિવસની અંદર તેને પાસ કરાવી દેવામાં આવે. નહીં તો અધ્યાદેશની અવધિ સમાપ્ત થઈ જશે.

નવા બિલમાં આ ફેરફાર કરવામાં આવ્યા હતા

  • અધ્યાદેશના આધારે તૈયાર કરવામાં આવેલા નવા બિલ પ્રમાણે, આરોપીને પોલીસ જામીન ન આપી શકે. મેજિસ્ટ્રેટ પીડિત પત્નીનો પક્ષ સાંભળીને યોગ્ય કારણોસર જામીન આપી શકાય છે. તેમને પતિ-પત્ની વચ્ચે સમજૂતી કરાવીને લગ્ન ટકાવી રાખવાનો પણ અધિકાર છે.
  • બિલ પ્રમાણે કેસનો ચુકાદો આવે ત્યાં સુધી બાળક માતાના સંરક્ષણમાં જ રહેશે. આરોપીએ બાળકનું પણ ભરણપોષણ આપવું પડશે. ત્રિપલ તલાકનો ગુનો ત્યારે જ બનશે જ્યારે પીડિત પત્ની અથવા તેના પરિવારજનો (પિયર કે સાસરાવાળા) એફઆઈઆર નોંધાવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here