સગાઈ તોડી નાખવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધવા બદલ યુવક સામે વકીલ યુવતીની ફરિયાદ

0
56

અમદાવાદ: વકીલાત કરતી યુવતીએ મંગેતર સામે લગ્નની લાલચ આપી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા પછી લગ્ન કરવાનો ઈન્કાર કરતાં મંગેતર સામે મહિલા પોલીસ સ્ટેશન(પૂર્વ)માં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. યુવતી શારીરિક સંબંધ ન બાંધે તો મંગેતર સગાઇ તોડી નાખવાની ધમકી આપતો હતો. મહિલા પોલીસે મંગેતર મહેશ સહિતના 4 આરોપીની ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરી હતી. મંગેતર મહેશે સંગીતા સાથે કોર્ટમાં પણ લગ્ન કરી લીધા હતા.

નરોડામાં રહેતી શહેરની એક કોર્ટમાં વકીલાત કરતી સંગીતા ની  સગાઇ હાથીજણ રહેતા મહેશે સાથે 29 જાન્યુઆરી 2017ના રોજ થઇ હતી. એ બાદ મહેશ 16 માર્ચ 2017ના દિવસે સંગીતાના ઘરે આવી તેને પોતાના ઘરે લઇ ગયો હતો. તેણે સંગીતાને કહ્યું હતું કે આપણી સગાઇ થઇ ગઇ છે, લગ્ન નક્કી થઇ ગયા છે તો શારીરિક સંબંધ બાંધવામાં વાંધો શું છે? શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા મહેશે સગાઇ તોડી નાંખવાની ધમકી આપી હતી.

એ બાદ ફરી 18 એપ્રિલ 2019ના દિવસે ફરી મહેશ સંગીતાને તેના ઘરે લઇ ગયો હતો. ત્યાં મહેશેની બહેન જલ્પા ભાગી જતા રોહિત તથા તેના પરિવારે સંગીતા ને કહ્યું હતું કે, તું અહીં જ રોકાઇ જા અમારે જલ્પા નું ટેન્શન છે. જેથી સંગીતા ત્યાં રોકાઇ ગઇ હતી. દરમિયાન એકલતાનો લાભ લઇ મહેશે તેની સાથે સગાઇ તોડવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો.  તેમજ થોડાક મહિના બાદ જલ્પા મળી આવી હતી. સંગીતા અને મહેશના 4 જાન્યુઆરી 2019ના લગ્ન નક્કી થયા હોઇ સંગીતાના માતાપિતાએ લગ્ન માટે ખરીદી કરી નરોડામાં લગ્ન માટે હોલ બુક કરાવ્યો હતો. તેવામાં મહેશે તથા તેના પરિવારે લગ્ન કરવા ઇન્કાર કરી દીધો હતો.

સંગીતાના જેઠે ધમકી આપી હતી કે અમારે હોસ્પિટલ અને જજની ઓળખાણ છે આત્મહત્યાનો પ્રયાસ કરી ખોટો કેસ કરી દઇશું. તેમજ તને જાનથી મારી નાંખીશું કહેતા સંગીતા એ મંગેતર સામે બળાત્કારની તથા તેના પરિવાર સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

કોર્ટ મેરેજ કર્યા પછી ફરી ગયો

સંગીતા ના માતા પિતા મહેશને અવાર નવાર લગ્ન માટે કહેતા હતા પણ મહેશ હાલ સગવડ નથી કહી વાત ટાળતો. જો કે તેણે કોર્ટ મેરેજ કરી લઇએ પછી ધામધૂમથી સમાજમાં લગ્ન કરીશું તેમ કહ્યું હતું. મહેશે સંગીતા સાથે મેરેજ બ્યુરોની મદદથી કોર્ટ મેરેજ કર્યા હતા.

(પાત્રોનાં નામ બદલ્યાં છે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here