Tuesday, September 28, 2021
Homeસગીર હિન્દુ કિશોરીઓનું અપહરણ કરીને લગ્ન કરાવાયા, ઈમરાને તપાસના આદેશ આપ્યા
Array

સગીર હિન્દુ કિશોરીઓનું અપહરણ કરીને લગ્ન કરાવાયા, ઈમરાને તપાસના આદેશ આપ્યા

નવી દિલ્હીઃ સિંધ પ્રાંતની બે હિન્દુ યુવતીઓના ધર્માંતરણ અને લગ્નનો મામલો સોશયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાનમાં આવેલા ભારતીય હાઈકમિશન પાસે આ કેસ અંગેની માહિતી માગી છે. જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને આ મામલા અંગે તપાસના આદેશ આપ્યા છે.

હોળીની સાંજે અપહરણ થયું હતુ
મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, મેં આ અંગે ભારતીય હાઈકમિશનને રિપોર્ટ મોકલવા માટે કહ્યું છે. હોળીની સાંજે સિંધની બે બહેનોનું અપહરણ થયું હતુ,જેમાંથી એકની ઉમર 15 અને બીજી બહેનની 13 વર્ષ છે.
વાઈરલ વીડિયોમાં સામે આવી બે બાબતો
સોશયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમા કિશોરીઓના ભાઈ અને પિતા બન્ને અપહરણ અને દબાણપૂર્વક ધર્માતરણ બાદ લગ્નની વાત કહી રહ્યા છે જ્યારે અન્ય એક વીડિયોમાં કિશોરીઓ પોતાની ઈચ્છાથી ઈસ્લામ કબૂલ કરી રહી છે.
પકિસ્તાની મંત્રીએ કહ્યું- મામલાની તપાસ થશે
પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ જણાવ્યું,પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને આ મામલની તપાસના આદેશ આપ્યા છે. તેઓ ઈચ્છે છે કે આ પ્રકારની ઘટના હવે ન બને, જેના માટે ઠોસ પગલા ભરવામાં આવે. બીજી બાજુ પાકિસ્તાનમાં આવેલા હિન્દુ કોમ્યુનિટી અપહરણકર્તાઓ સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments