સચિન GIDCમાં ટેલીકોમના કેબલમાં આગ લાગી, ફાયર વિભાગે કાબુમાં લીધી

0
19

સુરતઃ  સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા રોડ નંબર 4 પર ટેલીકોમ કંપનીના કેબલમાં આગ લાગી ગઈ હતી. રોડ પર આગની જવાળાઓને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કેબલમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી.

સચિન જીઆઈડીસીમાં ગેસ લાઈનમાં ભંગાણ સર્જાવાના કારણે આગ લાગી હોવાની વાત ફેલાઈ હતી. જેથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ગેસની લાઈનમાં ભંગાળ સર્જાયું નહતું. અને ટેલીકોમ કંપનીના કેબલમાં આગ લાગી હતી. ફાયર વિભાગે પહોંચી આગને કાબુમાં લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here